WPL 2026 સીઝનની છઠ્ઠી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ મેચ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌર પાસે એક મોટો રેકોર્ડ બનાવવાની તક હશે. તે WPLમાં 1,000 રન બનાવનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી અને આમ કરનારી બીજી મહિલા ખેલાડી બની શકે છે.
હરમનપ્રીત કૌર WPLમાં 1000 રન કરી શકે છે પૂર્ણ
હરમનપ્રીત કૌરે WPL માં અત્યાર સુધીમાં 29 મેચોની 28 ઈનિંગમાં 42.95 ની એવરેજથી 945 રન બનાવ્યા છે. જો તે ગુજરાત જાયન્ટ્સ સામેની આગામી મેચમાં 55 રન બનાવશે, તો તે ટુર્નામેન્ટના ઈતિહાસમાં 1000 રન બનાવનારી પહેલી ભારતીય બનશે. તે ટુર્નામેન્ટના ઈતિહાસમાં 1000 રન બનાવનારી બીજી ખેલાડી પણ બનશે. અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સની નેટ સીવર બ્રન્ટે આ ટુર્નામેન્ટમાં 1000 થી વધુ રન બનાવ્યા છે. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી હજુ સુધી આ સિદ્ધિ હાંસલ કરી શકી નથી.
હરમનપ્રીત સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને પહોંચી
જો હરમનપ્રીત કૌર ગુજરાત સામેની મેચમાં અડધી સદી ફટકારે છે, તો તે WPLમાં બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે મેગ લેનિંગના 996 રન અને એલિસ પેરીના 972 રનને પાછળ છોડી દેશે. તે હાલમાં આ રેકોર્ડમાં ચોથા નંબરે છે. શેફાલી વર્મા આ લિસ્ટમાં પાંચમા નંબરે છે, તેને 29 મેચમાં 887 રન બનાવ્યા છે.
હરમનપ્રીત કૌર પાસે વધુ એક સિદ્ધિ મેળવવાની તક
આ મેચમાં હરમનપ્રીત કૌર પાસે વધુ એક સિદ્ધિ હાંસલ કરવાની તક હશે. તેની પાસે WPL માં 30 છગ્ગા ફટકારીને સોફી ડિવાઈન અને રિચા ઘોષની બરાબરી કરવાની તક છે. આમ કરવા માટે તેને આગામી મેચમાં 4 સિક્સ ફટકારવાની જરૂર પડશે. તે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી શકે છે.
જો હરમનપ્રીત કૌર 30 છગ્ગા ફટકારવામાં સફળ રહે છે, તો તે WPL માં સંયુક્ત રીતે ત્રીજા નંબરે સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી બનશે. તમને જણાવી દઈએ કે WPLમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ શેફાલી વર્માના નામે છે, જેને 29 મેચમાં 49 છગ્ગા ફટકાર્યા છે.
આ પણ વાંચો: World Cup 2026 બે દિવસમાં થશે શરૂ, પહેલી જ મેચમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા