ભારતના ઈમર્જિંગ ફાસ્ટ બોલર યશ દયાલની મુશ્કેલીઓ વધી રહી છે. રેપ કેસમાં ફસાયેલા યશ દયાલ પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. IPLમાં RCB તરફથી રમતા લેફ્ટ હેન્ડના ફાસ્ટ બોલર યશ દયાલ આ વર્ષે UPT20 લીગમાં રમતો જોવા મળશે નહીં. UPCA એ યશ દયાલ પર પ્રતિબંધ મૂક્યો છે.


જયપુરના સાંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં યશ દયાલ વિરુદ્ધ 17 વર્ષની સગીર છોકરી પર રેપ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેમાં એફઆઈઆર દાખલ થયા બાદ યુપી ક્રિકેટ એસોસિએશને આ નિર્ણય લીધો છે. યશ દયાલ છેલ્લે મે મહિનાની શરૂઆતમાં IPL 2025 ટ્રોફી જીતનારી આરસીબી ટીમના ભાગ રૂપે જોવા મળ્યો હતો. ત્યારથી તે ક્રિકેટના મેદાનથી દૂર છે.

UPT20 2025 લીગમાં રમી શકશે નહીં યશ દયાલ

મીડિયા રિપોર્ટ મુજબ ગોરખપુર લાયન્સ દ્વારા 7 લાખ રૂપિયામાં ખરીદાયેલા યશ દયાલને UPCA દ્વારા UPT20 2025માં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ UPCA ના સૂત્રોને દ્વારા જાણવા મળ્યું છે કે યશ દયાલ સામે નોંધાયેલા કેસોને કારણે તેને લીગમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

પહેલા ગાઝિયાબાદ અને પછી જયપુરમાં નોંધાઈ FIR

તમને જણાવી દઈએ કે આ પહેલા ગાઝિયાબાદમાં એક મહિલાએ યશ દયાલ વિરુદ્ધ FIR નોંધાવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે યશ દયાલે લગ્નનું વચન આપીને મહિલાનું જાતીય શોષણ કર્યું હતું. આ ફરિયાદ 21 જૂને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ફરિયાદ પોર્ટલ પર દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ ઔપચારિક FIR નોંધવામાં આવી હતી.

પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટે યશ દયાલની ધરપકડ પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ જુલાઈની શરૂઆતમાં જયપુરમાં યશ દયાલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. આ વખતે રાજસ્થાન હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવવાની ના પાડી દીધી છે. પરંતુ કેસની આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે.


  • Follow us on: