ઓસ્ટ્રેલિયાની ટીમે T20 વર્લ્ડ કપ 2026 ને લઈને એક મોટી જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટુર્નામેન્ટ શરૂ થવાના છ મહિના પહેલા જ જણાવ્યું છે કે આગામી T20 વર્લ્ડકપ માટે તેના ઓપનર કોણ હશે.
મિચેલ માર્શે કહ્યું કે તે ટ્રેવિસ હેડ સાથે વર્લ્ડકપમાં ઈનિંગની શરૂઆત કરશે. ટ્રેવિસ હેડે 11 મહિનાથી T20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. મિચેલ માર્શનું નિવેદન સાંભળ્યા પછી એમ કહી શકાય કે તેની ટીમે T20 વર્લ્ડકપ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મિચેલ માર્શે ઓપનિંગ કોમ્બિનેશનને લઈને આપ્યું મોટું નિવેદન
ગયા વર્ષે T20 વર્લ્ડકપ પછી ડેવિડ વોર્નરે નિવૃત્તિ લીધી હતી. ત્યારથી ઓસ્ટ્રેલિયાએ T20 ઈન્ટરનેશનલમાં ઘણા ઓપનરોને અજમાવ્યા છે. આમાં મેથ્યુ શોર્ટ, ગ્લેન મેક્સવેલ અને જેક ફ્રેઝર-મેકગર્ક સિવાય કેપ્ટન મિચેલ માર્શનો સમાવેશ થાય છે. પરંતુ તેમાંથી કોઈ પણ તે ભૂમિકામાં ફિટ થઈ શક્યું નથી.
આ દરમિયાન આગામી T20 વર્લ્ડકપને લઈને મિચેલ માર્શે કહ્યું કે આગામી સમયમાં હું અને હેડી (ટ્રેવિસ હેડ) ઈનિંગની શરૂઆત કરીશું. સ્વાભાવિક રીતે, અમે સાથે ઘણું રમ્યા છીએ, અમારા સંબંધો ખૂબ સારા છે, તેથી અમે ત્યાંથી શરૂઆત કરીશું.
મિચેલ માર્શે ટિમ ડેવિડ વિશે આપ્યું મોટું નિવેદન
આ દરમિયાન મિચેલ માર્શે ફિનિશર ટિમ ડેવિડની ભૂમિકા વિશે પણ વાત કરી, જેને વેસ્ટ ઈન્ડિઝ સામે 37 બોલમાં રેકોર્ડબ્રેક સદી ફટકારી હતી. મિચેલ માર્શે કહ્યું કે અમે આ વિશે વાત કરી છે. અમે વેસ્ટ ઈન્ડિઝમાં જોયું કે તે પહેલા નિયમિતપણે બેટિંગ કરવા આવતો હતો. તે આ માટે જ બન્યો છે. તે જેટલા વધુ બોલનો સામનો કરશે, આશા છે કે તે આપણા માટે વધુ મેચ જીતશે.
ઓસ્ટ્રેલિયન ટીમ સાઉથ આફ્રિકા સામે રમશે T20 સિરીઝ
તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાની ટીમ 10 ઓગસ્ટથી સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની T20I સિરીઝ રમશે. સાઉથ આફ્રિકાની ટીમ 7 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. T20 સિરીઝ પછી બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ પણ રમાશે. સિરીઝની પહેલી T20 મેચ મરારા ક્રિકેટ ગ્રાઉન્ડ ડાર્વિનમાં રમાશે.
T20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
મિચેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ, ટિમ ડેવિડ, બેન દ્વારશીસ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેટ કુહનેમેન, ગ્લેન મેક્સવેલ, મિચેલ ઓવેન, મેથ્યુ શોર્ટ, એડમ ઝેમ્પા.