ઈંગ્લેન્ડ પ્રવાસ પર રિષભ પંતે પોતાની બેટિંગના બળ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. તેને 2 સદી પણ ફટકારી હતી. પરંતુ માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં તે ક્રિસ વોક્સના બોલથી ઈજાગ્રસ્ત થયો હતો.
ત્યારબાદ રિષભ પંતને તાત્કાલિક હોસ્પિટલમાં જવું પડ્યું હતું. સ્કેન બાદ જાણવા મળ્યું કે રિષભ પંતના પગમાં ફ્રેક્ચર થયું છે. હવે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે રિષભ પંતની માફી માગી છે.
ક્રિસ વોક્સે માગી માફી
મીડિયા સાથે વાત કરતાં ક્રિસ વોક્સે કહ્યું કે મેં જોયું કે રિષભે ઈન્સ્ટાગ્રામ પર સલામ ઈમોજી સાથે મારો એક ફોટો પોસ્ટ કર્યો હતો, તેથી મેં તેનો આભાર માન્યો અને જવાબ આપ્યો કે 'પ્રેમની કદર કરો અને આશા રાખું છે કે પગ ઠીક છે.' તેને આગળ કહ્યું કે પછી તેને મને એક વોઈસ નોટ મોકલી જેમાં લખ્યું હતું કે 'આશા છે કે બધું બરાબર છે, સ્વસ્થ થવાની શુભેચ્છાઓ અને આશા છે કે આપણે કોઈ દિવસ ત્યાં ફરી મળીશું.' સ્વાભાવિક રીતે મેં તૂટેલા પગ માટે માફી માગી.
માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં રિષભ પંત રિવર્સ સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે તેમાં સફળ થઈ શક્યો નહીં અને ઈજાગ્રસ્ત થઈ ગયો. રિષભ પંતે બાદમાં રિટાયર્ડ હર્ટ થઈને બહાર ગયો. તેને બીજા દિવસે બેટિંગ કરતી વખતે પોતાની અડધી સદી પૂર્ણ કરી. પરંતુ તે પાંચમી મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયો.
ક્રિસ વોક્સ પણ થયો ઈજાગ્રસ્ત
રિષભ પંત પછી ક્રિસ વોક્સ પણ પાંચમી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે બોલિંગ કરી શક્યો નહીં. પરંતુ બીજી ઈનિંગમાં તે ટીમ માટે એક હાથે બેટિંગ કરવા આવ્યો. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે વોક્સની ઈજાને સપોર્ટ આપ્યો અને કહ્યું કે સાચું કહું તો, હું સ્ટોક્સની સાથે છું. 18 વર્ષ રમ્યા પછી રમત આવી જ છે. તમે એક ખેલાડી ગુમાવો છો અને એક ટીમ તરીકે તમારે રસ્તો શોધવો પડે છે. આ તમને વધુ શાર્પ બનાવે છે અને ટીમ વધુ મજબૂત બનાવે છે.