એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની ટીમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં ઈંગ્લેન્ડ સાથે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમી હતી, ત્યારબાદ હવે ભારતીય ખેલાડીઓ એશિયા કપ રમતા જોવા મળશે.
આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે. આ નિર્ણય આવતા વર્ષે યોજાનારા T20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હવે ફેન્સની નજર ટીમ ઈન્ડિયાની ટીમ પર ટકેલી છે.
મીડિયા રિપોર્ટ મુજબ 4 વર્ષ પછી આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયામાં એક મજબૂત ઓલરાઉન્ડરની એન્ટ્રી થઈ શકે છે. ટીમ ઈન્ડિયા 10 સપ્ટેમ્બરથી એશિયા કપ 2025 માં તેના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ યુએઈ સાથે થશે.
ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરશે કૃણાલ પંડ્યા!
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ પંડ્યા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. પરંતુ આ દરમિયાન તેને ઘણી ડોમેસ્ટિક અને IPL મેચ રમી છે. કૃણાલ પંડ્યા IPL 2025માં RCBનો ભાગ હતો અને તેનું પ્રદર્શન અદ્ભુત હતું. આ વખતે RCBને ચેમ્પિયન બનાવવામાં કૃણાલ પંડ્યાએ મોટી ભૂમિકા ભજવી હતી. જે પછી તે હવે એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી શકે છે. કૃણાલ પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2021માં શ્રીલંકા સામે રમી હતી.
IPL 2025માં કર્યું હતું શાનદાર પ્રદર્શન
IPL 2025 માં કૃણાલ પંડ્યાને RCB એ 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિઝનમાં તેને RCB માટે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું. IPL 2025 માં બોલિંગ કરતી વખતે કૃણાલ પંડ્યાએ 17 વિકેટ લીધી. આ સિવાય તેને બેટિંગ કરતી વખતે 109 રન બનાવ્યા. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર અણનમ 73 રન હતો.