ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી 5 મેચની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું. શુભમન ગિલે આખી સિરીઝમાં સૌથી વધુ રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ પણ જીત્યો.


શુભમન ગિલે ફક્ત તેની બેટિંગથી જ નહીં પરંતુ તેની કેપ્ટનશીપથી પણ ફેન્સનું ધ્યાન ખેંચ્યું. શુભમન ગિલે શાનદાર કેપ્ટનશીપ કરી અને 5 મેચની સિરીઝ 2-2 થી બરાબર કરી. BCCI હવે શુભમન ગિલને મોટી જવાબદારી સોંપી શકે છે.

શુભમન ગિલવે મોટી જવાબદારી આપી શકે છે BCCI

દુલીપ ટ્રોફી ભારતમાં આયોજિત થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ શુભમન ગિલ નોર્થ ઝોનની કેપ્ટનશીપ સંભાળી શકે છે. દુલીપ ટ્રોફી 28 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. ઉત્તર ઝોન 28 ઓગસ્ટે જ ઈસ્ટ ઝોન સામે રમશે.


ઈસ્ટ ઝોનની કેપ્ટનશીપ ઈશાન કિશનને આપવામાં આવી છે, જે હાલમાં ભારતીય ટીમથી દૂર છે. આ સિવાય વેસ્ટ ઝોનનો કેપ્ટન શાર્દુલ ઠાકુરને બનાવવામાં આવ્યો છે. ભારતના ઘણા સ્ટાર ખેલાડીઓ આ લીગનો ભાગ બનશે.

શાનદાર ફોર્મમાં છે શુભમન ગિલ

શુભમન ગિલને ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા પહેલી વાર ભારતનો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેને પોતાના શાનદાર પ્રદર્શનથી ફેન્સનું ધ્યાન ખેંચી લીધું હતું. ઈંગ્લેન્ડ સામે રમાયેલી 5 મેચમાં તેને 75.40 ની પ્રભાવશાળી એવરેજ સાથે 754 રન બનાવ્યા હતા. તેને 4 સદી પણ ફટકારી હતી, જેમાં 269 રનની એક મોટી ઈનિંગ પણ સામેલ છે.

દુલીપ ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યુલ

મેચતારીખવેન્યૂ
નોર્થ ઝોન વિ ઈસ્ટ ઝોન (ક્વોટર ફાઈનલ 1)28 ઓગસ્ટ – 31 ઓગસ્ટ 2025 સેન્ટર ઓફ એક્સેલન્સ
સેન્ટ્રલ ઝોન વિ ઈસ્ટ ઝોન (ક્વોટર ફાઈનલ 2)28 ઓગસ્ટ – 31 ઓગસ્ટ 2025 સેન્ટર ઓફ એક્સેલન્સ
સેમીફાઈનલ 14 સપ્ટેમ્બર – 7 સપ્ટેમ્બર 2025સેન્ટર ઓફ એક્સેલન્સ
સેમીફાઈનલ 24 સપ્ટેમ્બર – 7 સપ્ટેમ્બર 2025સેન્ટર ઓફ એક્સેલન્સ
ફાઈનલ11 સપ્ટેમ્બર – 14 સપ્ટેમ્બર 2025સેન્ટર ઓફ એક્સેલન્સ

દુલીપ ટ્રોફીમાં ભાગ લેતી ટીમો

નોર્થ ઝોન

સાઉથ ઝોન

ઈસ્ટ ઝોન

વેસ્ટ ઝોન

સેન્ટ્રલ ઝોન

નોર્થ-ઈસ્ટ ઝોન


  • Follow us on: