ઓસ્ટ્રેલિયા A ટીમ સપ્ટેમ્બરમાં ભારતનો પ્રવાસ કરવા જઈ રહી છે. આ માટે ઓસ્ટ્રેલિયા A ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા A ટીમે વનડે અને ચાર દિવસીય ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે.


સિનિયર ટીમમાંથી એક ખેલાડીને ઓસ્ટ્રેલિયા A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાનું ધ્યાન 2027ની શરૂઆતમાં આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પ્રવાસ માટે ઈમર્જિંગ ખેલાડીઓને તૈયાર કરવા પર છે.

સેમ કોન્સ્ટાસને મળ્યું સ્થાન

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા A ટીમમાં સેમ કોન્સ્ટાસની પસંદગી કરવામાં આવી છે. આ સાથે હવે આ ખેલાડીનો એશિઝ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન મેળવવાનો માર્ગ ખૂબ જ મુશ્કેલ લાગે છે. સેમ કોન્સ્ટાસે બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન ટીમ ઈન્ડિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડીનું ટેસ્ટ ડેબ્યૂ શાનદાર રહ્યું હતું, પરંતુ તે પછી સેમ કોન્સ્ટાસના પ્રદર્શનમાં સતત ઘટાડો જોવા મળ્યો.


મુખ્ય સિલેક્ટર જ્યોર્જ બેઈલીએ કહ્યું કે "અમને આશા છે કે આ પરિસ્થિતિઓમાં વારંવાર અનુભવ કરવાથી ખેલાડીઓને તેમની રમત સુધારવામાં અને ભવિષ્યના ઉપખંડીય પ્રવાસો માટે સમજણ વિકસાવવામાં મદદ મળશે. આમાંના ઘણા ખેલાડીઓ માટે, અમે ટૂંકા ફોર્મેટના ક્રિકેટમાં તેમના વિકાસમાં પણ રસ ધરાવીએ છીએ."

ઓસ્ટ્રેલિયા A ટીમ

ચાર દિવસીય ટીમ: ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, જેક એડવર્ડ્સ, આરોન હાર્ડી, કેમ્પબેલ કેલાવે, સેમ કોન્સ્ટાસ, નાથન મેકસ્વીની, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, ફર્ગ્યુસ ઓ'નીલ, ઓલિવર પીક, જોશ ફિલિપ, કોરી રોચીઓલી, લિયામ સ્કોટ.

વનડે ટીમ: કૂપર કોનોલી, હેરી ડિક્સન, જેક એડવર્ડ્સ, સેમ એલિયટ, જેક ફ્રેઝર-મેકગર્ક, આરોન હાર્ડી, મેકેન્ઝી હાર્વે, ટોડ મર્ફી, તનવીર સંઘા, લિયામ સ્કોટ, લેચી શો, ટોમ સ્ટ્રેકર, વિલ સધરલેન્ડ, કેલમ વિડલર.


  • Follow us on: