- ભારતીય ક્રિકેટર નિખિલ ચૌધરી પર દુષ્કર્મનો આરોપ
- ઓસ્ટ્રેલિયાની એક મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો
- નિખિલ ચૌધરીએ આ આરોપોને નકારી કાઢ્યા
ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની પરેશાનીઓ હવે વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની એક મહિલાએ ક્રિકેટર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. જોકે આ ક્રિકેટરે પોતે જ પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. ભારતીય મૂળના આ ક્રિકેટરે આ વખતે બિગ બેશ લીગમાં પોતાના શાનદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ હવે આ ક્રિકેટર મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે.
નિખિલ ચૌધરી પર દુષ્કર્મનો આરોપ
બિગ બેશ લીગ 2023-24માં ધૂમ મચાવનાર ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન ક્રિકેટર નિખિલ ચૌધરી પર એક ઓસ્ટ્રેલિયન મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. જે બાદ નિખિલ ચૌધરીની પરેશાનીઓ વધવા લાગી. એક અહેવાલ મુજબ, નિખિલ ચૌધરી એક ક્લબમાં એક મહિલાને મળે છે, ત્યારબાદ તે તેને પોતાની કારમાં લઈ ગયો અને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે નિખિલ ચૌધરીએ આ આરોપોને નકારી કાઢ્યા છે.
નિખિલ ચૌધરીનો જન્મ ભારતના પંજાબ રાજ્યમાં થયો હતો. નિખિલ પંજાબ માટે ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમી ચૂક્યો છે પરંતુ બાદમાં તે ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો. નિખિલ ઓસ્ટ્રેલિયામાં પોસ્ટમેન તરીકે પણ કામ કરી ચૂક્યો છે. હવે નિખિલ ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત T20 લીગ બેગ બેશ લીગમાં હોબાર્ટ હરિકેન્સ ટીમ માટે ક્રિકેટ રમે છે. જો કે નિખિલને હજુ સુધી ઓસ્ટ્રેલિયા માટે નેશનલ લેવલ પર ક્રિકેટ રમવાની તક મળી નથી, પરંતુ નિખિલે આ વખતે બિગ બેશ લીગમાં જે રીતે પ્રદર્શન કર્યું તેના પરથી ચાહકોને આશા છે કે તેને ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન મળશે.
બિગ બેશ લીગમાં નિખિલનું પ્રદર્શન
નિખિલ ચૌધરીએ બિગ બેશ લીગમાં અત્યાર સુધી 9 મેચ રમી છે. આ દરમિયાન તેણે 6 ઇનિંગ્સમાં બેટિંગ કરી હતી. આ દરમિયાન નિખિલે 142ની સ્ટ્રાઇક સાથે 154 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે બોલિંગ દરમિયાન 5 વિકેટ પણ લીધી હતી.