• ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન દેશમાં જ રમાશે
  • 7 એપ્રિલ સુધી જ મેચોના શેડ્યૂલની જાહેરાત કરી હતી
  • બાકીની મેચોનું શેડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું

ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન દેશમાં જ રમાશે. વાસ્તવમાં, લોકસભાની ચૂંટણીને કારણે, BCCIએ અગાઉ ફક્ત 7 એપ્રિલ સુધી જ મેચોના શેડ્યૂલની જાહેરાત કરી હતી. જો કે હવે બાકીની મેચોનું શેડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

IPL 2024ની બાકીની મેચો એટલે કે બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કામાં માત્ર 17 દિવસનું શેડ્યૂલ જારી કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, 4 ડબલ હેડર સહિત કુલ 21 મેચ રમવાની હતી. હવે સંપૂર્ણ શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે. ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નાઈમાં રમાશે. IPL 2024ની શરૂઆત 22 માર્ચે થઈ હતી.

બીજો તબક્કો 8 એપ્રિલથી શરૂ થશે

હવે આઈપીએલ 2024નું 8 એપ્રિલથી 26 મે સુધીનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. બીજા તબક્કાની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 8 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. આ મેચ ચેપોકમાં સાંજે 7.30 કલાકે શરૂ થશે. IPL 2024નો ક્વોલિફાયર 1, 21 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 17મી સિઝનની એલિમિનેટર મેચ 22 મેના રોજ અમદાવાદમાં યોજાશે. બીજી ક્વોલિફાયર મેચ 24 મેના રોજ ચેન્નાઈમાં રમાશે. ઉપરાંત, આ સિઝનની ફાઈનલ મેચ પણ 26 મે, રવિવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

ચેન્નઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ


કોલકાતા નાઈટ રાઈડર્સનું શેડ્યૂલ

મુંબઈ ઈન્ડિયન્સનું શેડ્યૂલ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનું શેડ્યૂલ




  • Follow us on: