- પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત
- મોહમ્મદ રિઝવાનને જોઈ ભારતીય ફેન્સે લગાવ્યા નારા
- ફેન્સે લગાવેલા જય શ્રી રામના નારા સોશિયલ મીડિયામાં વાયરલ
ભારત વિરુદ્ધ પાકિસ્તાની વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને 69 બોલમાં 49 રનની ઈનિંગ રમી હતી. રિઝવાને પોતાની ઈનિંગમાં 7 ફોર પણ ફટકારી હતી. જો કે, ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે મોહમ્મદ રિઝવાનને બોલ્ડ આઉટ કર્યો હતો. જે બાદ મોહમ્મદ રિઝવાનના પેવેલિયન પરત ફરવા સમયે અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. મોહમ્મદ રિઝવાનને જોઈને ભારતીય ફેન્સે 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા હતા. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા યૂઝર્સે શું કહ્યું?
મોહમ્મદ રિઝવાનને જોઈને ભારતીય ફેન્સના જય શ્રી રામના નારા લગાવવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા યૂઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા ફે્ન્સ માને છે કે, આ યોગ્ય નથી, જ્યારે અમુક ફેન્સ કહી રહ્યા છે કે, જો મોહમ્મદ રિઝવાન મેદાન પર નમાઝ અદા કરી શકે છે, તો ફેન્સ જય શ્રી રામના નારા કેમ ન લગાવી શકે?
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને સરળતાથી હરાવ્યું
ભારત-પાકિસ્તાન મેચની વાત કરવામાં આવે તો, ટીમ ઈન્ડિયાની આ સતત ત્રીજી જીત છે, જ્યારે પાકિસ્તાનને ટૂર્નામેન્ટમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. 3 મેચમાં સતત 3 જીત બાદ ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે ટોપ પર આવી ગઈ છે. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ 3 મેચમાં 2 જીત સાથે ચોથા સ્થાને છે.