• ભારત-પાકિસ્તાન મેચમાં બન્યો અનોખો રેકોર્ડ
  • 3.5 કરોડ લોકોએ ડિઝ્ની ડિઝ્ની+ હોટસ્ટારમાં નિહાળી મેચ
  • ડિઝ્ની+ હોટસ્ટારે ટ્વીટ કરીને આપી માહિતી

ક્રિકેટ વર્લ્ડકપ 2023માં શનિવારે એક અનોખો રેકોર્ડ બન્યો છે. ડિઝ્ની હોટસ્ટારે વર્લ્ડકપ 2023 મેચ દરમિયાન ગ્લોબલ સ્ટ્રીમિંગનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ ડિઝ્ની હોટસ્ટાર પર 3.5 કરોડ દર્શકોએ લાઈવ નિહાળી હતી.

IPLની ફાઈનલ મેચ 3.2 કરોડ દર્શકોએ નિહાળી હતી

હોટસ્ટારે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ક્રિકેટના તમામ ફોર્મેટમાં લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકોએ ક્યારેય મેચ જોઈ નથી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં IPL 2023ની ફાઈનલ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન 3.2 કરોડ દર્શકોએ જોઈ હતી. IPL 2023ની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઇ હતી.

ડિઝ્ની+ હોટસ્ટાર ઈન્ડિયાના પ્રમુખે શું કહ્યું?

ડિઝ્ની+ હોટસ્ટાર ઈન્ડિયાના પ્રમુખ સાજિથ શિવાનંદને કહ્યું કે અમે ડિઝ્ની+ હોટસ્ટાર પર ભારત-પાકિસ્તાન મેચ જોવા આવેલા તમામ ચાહકોનો આભાર માનવા માંગીએ છીએ. રમત પ્રત્યેના તમારા પ્રેમને કારણે જ Disney+Hotstar માટે તમામ ક્રિકેટ ફોર્મેટમાં અગાઉના તમામ રેકોર્ડ તોડવાનું શક્ય બન્યું છે.

ભારત 7 વિકેટે જીત્યું મેચ

ડિઝની સ્ટાર પાસે ટેલિવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ બંને પર ICC વર્લ્ડકપ માટે વિશિષ્ટ પ્રસારણ અને મીડિયા અધિકારો છે. મેચ ડિઝની સ્ટારના સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પણ પ્રસારિત કરવામાં આવી હતી, પરંતુ તેના દર્શકોની સંખ્યા પછીથી જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 30.3 ઓવરમાં 192 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે પાકિસ્તાનને 7 વિકેટે સરળતાથી હરાવ્યું હતું.

  • Follow us on: