• પાકિસ્તાન વિરુદ્ધ ભારતની શાનદાર જીત
  • ભારતીય ટીમે 7 વિકેટે મેળવી જીત
  • ભારતીય ટીમ માટે જસપ્રીત બુમરાહ બન્યો હીરો

ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે રમાયેલી વર્લ્ડકપ મેચમાં જસપ્રrત બુમરાહ 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો હતો. બુમરાહે સારી બોલિંગ કરવા સાથે વિકેટ પણ લીધી હતી. બુમરાહે 7 ઓવરમાં માત્ર 19 રન આપ્યા અને 2 વિકેટ લીધી. આ મજબૂત પ્રદર્શન સાથે બુમરાહ તે વિશેષ યાદીમાં સામેલ થઈ ગયો છે, જેમાં સચિન, રોહિત અને વિરાટ સામેલ છે.

સચિન 3 વખત બન્યા હીરો

ભારત અને પાકિસ્તાવ વચ્ચે આ વર્લ્ડકપ મેચ પહેલાં 7 વખત ટક્કર થઈ હતી. આ સાતેય મેચમાં ભારતની જીત થઈ હતી. 3 વખત ભારતની જીતના હીરો સચિન તેંડુલકર રહ્યા છે.

વર્લ્ડકપ 1992: આ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન પહેલીવાર આમને-સામને આવ્યા હતા. આ મેચમાં સચિન તેંડુલકરે 62 બોલમાં 54 રનની ઈનિંગ રમી હતી. તેણે એક વિકેટ પણ લીધી હતી. સચિને ટીમ ઈન્ડિયાને 43 રનથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વર્લ્ડકપ 1996- નવજોત સિંહ સિદ્ધુ આ વર્લ્ડકપ મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' હતા. તેમણે 115 બોલમાં 93 રનની ઈનિંગ રમી હતી. ભારતે આ મેચ 39 રને જીતી હતી.

વર્લ્ડકપ 1999- વેંકટેશ પ્રસાદે 27 રનમાં 5 વિકેટ લઈને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. પ્રસાદની શાનદાર બોલિંગના કારણે ભારતે 47 રનથી જીત મેળવી હતી.

વર્લ્ડકપ 2003- આ વખતે પણ સચિન તેંડુલકર 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યા હતા. સચિને 75 બોલમાં 98 રનની ધમાકેદાર ઈનિંગ રમી અને ટીમ ઈન્ડિયાને 6 વિકેટે જીત અપાવી હતી.

વર્લ્ડકપ 2011: ફરી એકવાર સચિન જીતના હીરો હતાા. તેમણે 85 રન બનાવીને 29 રનથી ભારતની જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વર્લ્ડકપ 2015- વિરાટ કોહલીએ 126 બોલમાં 107 રનની ઈનિંગ રમી હતી. ભારતે આ મેચમાં 76 રનના વિશાળ માર્જિનથી જીત મેળવી હતી.

વર્લ્ડકપ 2019- રોહિત શર્મા જીતનો હીરો હતા. તેમણે વિસ્ફોટક રીતે 113 બોલમાં 140 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ 89 રને જીતી હતી.

  • Follow us on: