• વર્લ્ડકપ 2023માં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
  • વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની આ 8મી જીત
  • અમારો ટાર્ગેટ 280-290 હતો, પરંતુ તે થઈ શક્યું નહીં

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતની 7 વિકેટે જીત થઈ છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાની ટીમ 42.2 ઓવરમાં 191 રન પર ઓલઆઉટ થઈ હતી. જેથી ભારતને જીત માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 વિકેટના નુકસાને ટાર્ગેટ હાંસલ કર્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની આ 8મી જીત છે.

મેચ બાદ બાબર આઝમનું નિવેદન

અમે શરૂઆત સારી કરી હતી. મારા અને ઇમામ વચ્ચે સારી ભાગીદારી થઇ હતી. અમારી યોજના નોર્મલ ક્રિક્ટ રમીને એક સારી પાર્ટનરશીપ કરવાની હતી. અચાનક અમારા ખેલાડી એક પછી એક આઉટ થઇ ગયા હતા અને અમે ગેમને સારી રીતે સમાપ્ત કરી શક્યા ન હતા. આ અમારા માટે સારૂ નથી. અમારી જે રીતે શરૂઆત કરી, અમારો ટાર્ગેટ 280-290 હતો. અમને આ હારથી નુકસાન થયું છે. અમે નવા બોલથી સારૂ પ્રદર્શન કરી શક્યા ન હતા. રોહિત શર્મા શાનદાર ઇનિંગ રમ્યો હતો. અમે માત્ર વિકેટ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે થઈ શક્યું નહીં.

મેચ બાદ રોહિત શર્માનું નિવેદન

આજે બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મને નથી લાગતું કે તે 190 પિચ હતી. એક સમયે અમને લાગતું હતું કે, 280 રનનો ટાર્ગેટ આપશે. પરંતુ બોલરોએ ધીરજ બતાવી તે ઘણું બધું કહી જાય છે. અમને બોલરો પર ગર્વ છે. અમારી પાસે 6 બોલરો છે જે સારી રીતે બોલિંગ કરી શકે છે. બોલિંગમાં કેપ્ટન તરીકે મારું કામ મહત્વનું છે. મારે એ નક્કી કરવાનું હોય છે કે યોગ્ય સમયે ક્યો બોલર બોલિંગ કરશે. અમે વર્લ્ડકપની શરૂઆત પહેલા ઘણા રન બનાવ્યા હતા. અમે શું કરવા માગીએ છીએ તે અંગે અમે ખૂબ જ સ્પષ્ટ હતા. કોણ ક્યાં બેટિંગ કરશે તે અંગે હું મૂંઝવણમાં રહેવા માંગતો ન હતો. અમે આ જીતથી વધુ ઉતેજીત થવા માંગતા નથી. અમારે દરેક ટીમ સામે સારૂ પ્રદર્શન કરવું પડશે અને અમે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

ભારતની ઇનિંગ

ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાની ટીમ 42.2 ઓવરમાં 191 રન પર ઓલઆઉટ થઈ હતી. જેથી ભારતને જીત માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 વિકેટના નુકસાને ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે. ભારત માટે ઓપનર શુભમન ગિલે 11 બોલમાં 16, કેપ્ટન રોહિત શર્માએ 63 બોલમાં 86, વિરાટ કોહલીએ 18 બોલમાં 16, શ્રેયસ અય્યરે 62 બોલમાં અણનમ 53 અને કેએલ રાહુલે 29 બોલ પર અણનમ 19 રન બનાવ્યા છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફરીદીએ 6 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત હસન અલીએ 6 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ નવાઝે 8.3 ઓવરમાં 47, હારિસ રઉફે 6 ઓવરમાં 43 અને શાબાદ ખાને 4 ઓવરમાં 31 રન આપ્યા છે.

પાકિસ્તાનની ઇનિંગ

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાનની ટીમ 191 રન પર ઓલઆઉટ થઈ છે. જેથી ભારતને જીત માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો છે. પાકિસ્તાન માટે સૌથી વધુ 58 બોલમાં 50 રન બાબર આઝમે કર્યા છે, જ્યારે મોહમ્મદ રિઝવાને 69 બોલમાં 49, ઈમામ ઉલ-હકે 38 બોલમાં 36, અબ્દુલ્લા શફીકે 24 બોલમાં 20, સઈદ શકીલે 10 બોલમાં 6, ઈફ્તિખાર અહમદે 4 બોલમાં 4, શાબાદ ખાને 5 બોલમાં 2, મોહમ્મદ નવાઝે 14 બોલમાં 4 અને હસન અલી 19 બોલમાં 12 રન કરીને આઉટ થયો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન સાથે 7 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 19 રન આપીને 2 વિકેટ લીધી છે. આ સાથે જ મોહમ્મદ સિરાઝે 8 ઓવરમાં 50 રન આપીને 2, હાર્દિક પંડ્યાએ 6 ઓવરમાં 34 રન આપીને 2, કુલદીપ યાદવે 10 ઓવરમાં 35 રન આપીને 2 અને રવિન્દ્ર જાડેજાએ 9.5 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરે 2 ઓવર નાખી છે. જેમાં શાર્દુલે 12 રન આપ્યા છે.

  • Follow us on: