- મેચની જીત બાદ સોશિયલ મીડિયા પર કોમેન્ટ શરૂ થઈ
- અમદાવાદના રસ્તા પર લોકોએ ગરબા કર્યા, ખુશખુશાલ માહોલ
- અનેક પ્રકારના મિમ્સ અને પોસ્ટર થયા વાયરલ
અમદાવાદમાં રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતની શાનદાર જીત થઈ છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આ જીતનું જોરદાર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં દશેરા પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. રસ્તા પર જ નહીં પણ સોશિયલ મીડિયા ઉપર પણ લોકોએ દિલ ખોલીને કોમેન્ટનો વરસાદ કર્યો હતો. ફેન્સે જુદા જુદા પેજ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ઈમોજી અને શબ્દોની ગોઠવણી સાથે લોકોએ જોરદાર કોમેન્ટ કરી હતી.
સોશિયલ મીડિયા પર ખુશી ખુશી
ફેન્સે જુદા જુદા પ્લેટફોર્મ પર જીતની ખુશી વ્યક્ત કરી હતી. બીજી તરફ ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન પર કોમેન્ટનો મારો જોવા મળ્યો હતો. જીતના જશ્નમાં ડૂબેલા ક્રિકેટ પ્રેમીઓએ નોરતાના એક દિવસ પહેલા જ ગરબા લીધા હતા. એક યુઝરે એવું લખ્યું હતું કે, શું ભારતીય ક્રિકેટ ટીમની જીતના સમાચાર શું પાકિસ્તાનના ટીવીમાં બતાવાશે. બીજા એક યુઝરે એવું લખ્યું કે, બુમરાગને સબકો ગુમરાહ કરી દીયા, ધો ડાલા...અન્ય એક યુઝરે લખ્યું કે, ઉત્સાહમાં આવીને કોઈ ટીવી ન ફોડતા...કોંગ્રેચ્યુલેશન ટીમ ઈન્ડિયા....અન્ય એક યુઝરે કહ્યું હતું કે, આઠ વખત મેત જીતવા બદલ ગર્વ છે ટીમ ઈન્ડિયા પર....ગુડ પર્ફોમન્સ....ટીમ ઈન્ડિયા હવે ગરબા કરશે.....ભારતની ભવ્ય જીત-ચાહકોના દિલ જીત્યા ટીમે...
આવી પણ કોમેન્ટ કરનારા પડ્યા છે
પાકિસ્તાન ટીમ હવે દુઃખ મનાવશે....બધાઈ હો...હરીફ ટીમને મુબારક હો....અમદાવાદમાં ફટાકડા ફૂટ્યા પડઘા ઈસ્લામાબાદ બાદમાં પડ્યા....છેલ્લા બોલે ફોર ઈન્ડિયા વન્સ મોર....બેટિંગમાં ઝીરો હાર્દિક અમારો હીરો....અન્ય એક યુઝરે એવું પોસ્ટ કર્યું હતું કે, પાકિસ્તાને જોયા ભારતના તેવર, જ્યારે મેદાનામાં ઊતર્યા સીમા હૈદરના 11 દેવર....ક્રિકેટ હોય કે યુદ્ધ જીતતા સિર્ફ જવાન હૈ...બુઢ્ઢે નહીં. અન્ય એક યુઝરે કહ્યું કે, ચાચા સૂર્યવંશમ દેખના હૈ ટીવી મત ફોડના....36 રનમાં પાકિસ્તાનની આઠ વિકેટ ખરી ગઈ આ પણ રેકોર્ડ પાકિસ્તાનના નામે... અન્ય યુઝરે લખ્યું કે, કુલદીપભાઈ કે આગે સબ ફેઈલ