IPL 2024ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થયો હતો. CSKએ આ મેચ 6 વિકેટથી જીતીને વિજયી શરૂઆત કરી હતી. ચેન્નાઈની જીતનો હીરો હતો બાંગ્લાદેશી બોલર મુસ્તાફિઝુર રહેમાન. તેણે 4 ઓવરમાં 29 રન આપીને 4 સફળતા મેળવી હતી. આ મેચમાં ચેન્નાઈના તમામ બેટ્સમેનોએ યોગદાન આપ્યું હતું. રૂતુરાજે 15, રચિન રવિન્દ્રએ 37, અજિંક્ય રહાણેએ 27, ડેરીલ મિચેલે 22, શિવમ દુબેએ અણનમ 34 અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 25 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, CSK તેના વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર કરી શકે નહીં.
ગુજરાતે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું
IPL 2024ની 5મી મેચમાં રવિવારે ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને સૌથી વધુ 45 રનની ઈનિંગ્સ રમી હતી. તેના સિવાય કેપ્ટન શુભમન ગિલે 31 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટના નુકસાને 162 રન જ બનાવી શકી હતી. જીટી માટે અઝમતુલ્લા ઉમરઝાઈ, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન અને મોહિત શર્માએ 2-2 વિકેટ લીધી હતી. તેમના સિવાય સાઈ કિશોરને 1 સફળતા મળી હતી.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ
CSK: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરિલ મિચેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, મહેશ તિક્ષ્ણા, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે.
ઈમ્પેક્ટ પ્લેયર્સઃ શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, શેખ રાશિદ, મોઈન અલી, સિમરજીત સિંહ.
GT: શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, આર સાઈ કિશોર, સ્પેન્સર જોન્સન.
ઈમ્પેક્ટ પ્લેયર્સ: બીઆર શરથ, મોહિત શર્મા, નૂર અહેમદ, માનવ સુથાર, શાહરૂખ ખાન.