- આજે આરસીબી અને પંજાબ કિંગ્લ વચ્ચે મુકાબલો
- બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
- વિરાટ કોહલી ધોની અને વોર્નરનો રેકોર્ડ તોડી શકે
IPL 2024ની છઠ્ઠી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB અને પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે રમાશે. RCBના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે આ મેચ ખૂબ જ ખાસ બનવાની છે. આ મેચમાં તે IPLના બે મોટા રેકોર્ડ તોડી શકે છે. તેનું નિશાન ડેવિડ વોર્નર અને એમએસ ધોનીના રેકોર્ડ હશે.
ડેવિડ વોર્નરનો આ રેકોર્ડ ખતરામાં
વિરાટ કોહલી IPLમાં અત્યાર સુધી 238 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 7284 રન બનાવ્યા છે. જેમાં 643 ફોરનો સમાવેશ થાય છે. IPLમાં સૌથી વધુ ફોર મારનાર બેટ્સમેનોની યાદીમાં તે ત્રીજા સ્થાને છે. જ્યારે ડેવિડ વોર્નર 649 ફોર સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં જો વિરાટ કોહલી પંજાબ કિંગ્સ સામે 7 ફોર ફટકારે તો તે વોર્નરને પાછળ છોડી દેશે. બીજી તરફ શિખર ધવન 754 ફોર સાથે નંબર વન પર છે.
IPLમાં સૌથી વધુ ફોર મારનાર ખેલાડીઓ
- શિખર ધવન- 754 ફોર
- ડેવિડ વોર્નર- 649 ફોર
- વિરાટ કોહલી- 643 ફોર
- રોહિત શર્મા- 561 ફોર
- સુરેશ રૈના- 506 ફોર
ધોનીના આ રેકોર્ડ પર વિરાટની નજર
વિરાટ કોહલી આ મેચમાં સૌથી વધુ ફોર તેમજ સૌથી વધુ સિકસ મારનારની યાદીમાં એક સ્થાન ઉપર જઈ શકે છે. વિરાટે આઈપીએલમાં અત્યાર સુધી 235 સિક્સર ફટકારી છે અને તે સૌથી વધુ સિક્સર મારનારા ખેલાડીઓની યાદીમાં 5માં નંબર પર છે. જ્યારે એમએસ ધોની 239 સિકસ સાથે ચોથા સ્થાને છે. આવી સ્થિતિમાં વિરાટ 5 સિક્સર મારતા જ આ લિસ્ટમાં ધોનીને પાછળ છોડી દેશે.
IPLમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડીઓ
- ક્રિસ ગેલ- 357 સિકસ
- રોહિત શર્મા- 258 સિકસ
- એબી ડી વિલિયર્સ- 251 સિકસ
- એમએસ ધોની- 239 સિકસ
- વિરાટ કોહલી- 235 સિકસ