• મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી
  • આ મેચમાં લખનૌએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
  • CSKએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા

IPL 2024માં 39મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી આ મેચમાં લખનૌએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. ચેન્નાઈ માટે બેટિંગ કરતા CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે શાનદાર સદી રમી હતી. આઇપીએલના ઇતિહાસમાં ગાયકવાડની આ બીજી સદી છે.

ગાયકવાડે સદી સાથે ઇતિહાસ રચ્યો હતો

આ મેચમાં ઋતુરાજ ગાયકવાડ એક અલગ જ લયમાં જોવા મળ્યો હતો. શરૂઆતથી જ ગાયકવાડે લખનૌ સુપર જાયન્ટ્સના બોલરો પર તબાહી મચાવી હતી. આ મેચમાં ગાયકવાડે બોલરોને જોરદાર માર માર્યો હતો. બેટિંગ કરતી વખતે ગાયકવાડે 60 બોલમાં 108 રનની અણનમ ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન ગાયકવાડે 12 ફોર અને 3 શાનદાર સિક્સર ફટકારી હતી. ઋતુરાજ ગાયકવાડ હવે IPL ઇતિહાસમાં CSK માટે સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે. આ પહેલા CSKનો કોઈ કેપ્ટન આ સિદ્ધિ હાંસલ કરી શક્યો ન હતો.

CSKએ 210 રન બનાવ્યા હતા

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. CSK તરફથી બેટિંગ કરતા કેપ્ટન ગાયકવાડે સૌથી વધુ 108 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય શિવમ દુબેએ માત્ર 27 બોલમાં 66 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન શિવમે 3 ફોર અને 7 શાનદાર સિક્સર ફટકારી હતી. આ સિવાય મિશેલે 11 રન અને જાડેજાએ 16 રન બનાવ્યા હતા. આ મેચમાં ધોનીને માત્ર એક બોલ રમવા માટે મળ્યો હતો, જેના પર ધોનીએ શાનદાર ફોર ફટકારી હતી.

  • Follow us on: