• આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
  • ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી
  • ગાયકવાડે આ સાથે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે

IPL 2024ની મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી, પરંતુ ચેન્નાઈનો કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરવા આવ્યો ન હતો. એક વિકેટ પડ્યા બાદ તે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે જોરદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે IPLમાં પોતાના 2000 રન પણ પૂરા કર્યા. ગાયકવાડે આ સાથે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

ઋતુરાજ ગાયકવાડે જોરદાર રેકોર્ડ બનાવ્યો હતો

ઋતુરાજ ગાયકવાડે મુંબઈ ઈન્ડિયન્સ સામે 40 બોલમાં 69 રનની જોરદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 172.50ની સ્ટ્રાઈક રેટથી 5 ફોર અને 5 સિક્સર પણ ફટકારી હતી. ગાયકવાડે આ મેચમાં પોતાનો 48મો રન પૂરો કરતાની સાથે જ તે IPLમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર ભારતીય ખેલાડી બની ગયો હતો. તે તમામ ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને છે. તેના પહેલા ક્રિસ ગેલ અને શોન માર્શનું નામ છે. ગેઈલે 48 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી જ્યારે શોન માર્શે 52 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે ગાયકવાડે 57 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું છે. ગાયકવાડ બાદ ભારતીય ખેલાડીઓમાં કેએલ રાહુલનું નામ સામેલ છે. તેણે IPLમાં 60 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા હતા.

સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર ભારતીય ખેલાડીઓની યાદી

ઋતુરાજ ગાયકવાડ – 57 ઇનિંગ્સ

કેએલ રાહુલ – 60 ઇનિંગ્સ

સચિન તેંડુલકર – 63 ઇનિંગ્સ

રિષભ પંત - 64 ઇનિંગ્સ

ગૌતમ ગંભીર – 68 ઇનિંગ્સ

એમએસ ધોનીને પાછળ રાખી દીધો

ઋતુરાજ ગાયકવાડ આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે. તેની કેપ્ટનશીપમાં ટીમ પણ સારૂ પ્રદર્શન કરી રહી છે. દરમિયાન ગાયકવાડે મુંબઈ ઈન્ડિયન્સ સામે કેપ્ટનના રેકોર્ડમાં એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. વાસ્તવમાં, તે ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બની ગયો છે જેણે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. આ પહેલા એમએસ ધોનીએ MI સામે 63 રનની અણનમ ઇનિંગ રમી હતી, જ્યારે ગાયકવાડે 69 રન બનાવીને આ મામલે ધોનીને પાછળ છોડી દીધો છે.

  • Follow us on: