• ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 સીરિઝમાં ભારતીય ટીમની જીત
  • ભારતે 4-1થી સીરિઝ પર કર્યો કબજો
  • ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગાયકવાડે કર્યું મોટું કારનામું

ઋતુરાજ ગાયકવાડ ઓસ્ટ્રેલિયા સામે T20 સીરિઝમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે ભારતીય દિગ્ગજોની સાથે સાથે દુનિયાભરના તમામ દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા છે. ગાયકવાડે ઓસ્ટ્રેલિયા સામે 5 T20 મેચોમાં 55.75ની એવરેજ અને 159.29ના સ્ટ્રાઈક રેટથી કુલ 223 રન બનાવ્યા છે. જેમાં 123 રનની અણનમ સદી પણ સામેલ છે.

માર્ટિન ગુપ્ટિલને છોડ્યો પાછળ

ક્રિકેટના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે ઓસ્ટ્રેલિયા સામે T20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા, પરંતુ ઋતુરાજે તેને પણ પાછળ છોડી દીધો છે. આ ઉપરાંત ભારતના આ યુવા બેટ્સમેને આ યાદીમાં વિરાટ કોહલી અને ડેવોન કોનવેને પણ પાછળ છોડી દીધા છે.

T20 સીરિઝમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ

ખેલાડી રન
ઋતુરાજ ગાયકવાડ 223
માર્ટિન ગુપ્ટિલ 218
વિરાટ કોહલી 199
ડેવોન કોનવે 192

ભારત માટે T20 સીરિઝમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન

ભારત માટે એક T20 સીરિઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરીને ઋતુરાજ ગાયકવાડ પણ તેની પાછળ આવી ગયો છે. આ યાદીમાં વિરાટ કોહલીનું નામ સૌથી આગળ છે. જે બાદ કેએલ રાહુલ અને પછી ઋતુરાજ ગાયકવાડનું નામ છે. આ ત્રણેય ખેલાડીઓએ 5 મેચની T20 સીરિઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.

ખેલાડી કઈ ટીમ વિરુદ્ધ મેચ રન
વિરાટ કોહલી ઈંગ્લેન્ડ 231
કેએલ રાહુલ ન્યૂઝીલેન્ડ 224
ઋતુરાજ ગાયકવાડ ઓસ્ટ્રેલિયા 223

T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 4000 રન પૂર્ણ કરનારા બેટ્સમેન

આ તમામ રેકોર્ડ ઉપરાંત આ યુવા ભારતીય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તે તમામ T20 ફોર્મેટમાં સંયુક્ત રીતે 4 હજાર રન પૂર્ણ કરનારો સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ 26 વર્ષીય ખેલાડી T20 ક્રિકેટમાં કુલ 122 મેચ રમી ચૂક્યો છે. તેણે આ મેચોની 117 ઈનિંગમાં 38.42ની એવરેજ અને 138.89ની સ્ટ્રાઈક રેટથી કુલ 4 હજાર 35 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન ઋતુરાજે 5 સદી અને 27 ફિફ્ટી ફટકારી છે, જ્યારે તેની સર્વશ્રેષ્ઠ ઇનિંગ અણનમ 123 રનની છે, જે તેણે ઓસ્ટ્રેલિયા સામે આ સીરિઝની ત્રીજી મેચમાં રમી હતી. 

  • Follow us on: