• વાતચીત દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીને યાદ કર્યા
  • એ વાત સ્વીકારી કે નેતૃત્વ કરવું કઠિન થઈ રહ્યું છે
  • IPLના સમયથી રિંકુસિંહ સૌનો ફેવરિટ રહ્યો

ટીમ ઈન્ડિયાના ઓપનર ઋતુરાજ ગાયકવાડે બીજી મેચ બાદ રિંકુ સિંહના વખાણ કર્યા હતા. તેણે કહ્યું, 'રિંકુની એક ખાસ વાત એ છે કે, તે પહેલા બોલથી આક્રમકફોર્મમાં નથી આવતો. તે હંમેશા પોતાને સમય આપે છે. સ્થિતિ ગમે તે હોય, તે હંમેશા સ્થિતિનું મૂલ્યાંકન કરે છે અને પછી દમદાર બેટિંગ કરવાનું ચાલું કરે છે. રિંકુએ આયર્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તે મેચમાં તેની બેટિંગ આવી ન હતી. યુવા ખેલાડી રિંકુએ બીજી મેચમાં 21 બોલમાં અણનમ 38 રન બનાવ્યા હતા. રિંકુએ 180.95ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો. તેની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે.

પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

મેચ બાદની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગાયકવાડે કહ્યું, 'રિંકુ આ વર્ષની IPL બાદથી દરેકની ફેવરિટ બની ગઈ છે. તેણે આ વર્ષે આઈપીએલમાં બેટથી ઘણી પરિપક્વતા દેખાડી હતી. તે આવનારો ખેલાડી હોય કે ફિનિશર બનવા માંગતો હોય, રિંકુ સિંહ પાસેથી ઘણું શીખી શકાય છે. રિંકુ સિંહે પોતાની ડેબ્યૂ ઇનિંગમાં 180.95ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. ડેબ્યૂ ઇનિંગમાં સૌથી ઝડપી રન બનાવવાના મામલે તે બીજા નંબર પર આવી ગયો છે.


સૂર્યકુમાર યાદવ પહેલા ક્રમે

આ યાદીમાં પહેલું નામ સૂર્યકુમાર યાદવનું છે. યાદવે 2021માં ઈંગ્લેન્ડ સામે તેની ડેબ્યૂ ઈનિંગમાં 183.87ના સ્ટ્રાઈક રેટથી 57 રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે, બંને ખેલાડીઓને તેમની ડેબ્યૂ મેચમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. બંનેએ પોતાની બીજી મેચમાં પ્રથમ દાવ રમ્યો હતો. ગાયકવાડે ઉમેર્યું હતું કે, ઈમાનદારીથી કહુ તો લીડરશીપ કરવી એક ખૂબ જ જટીલ કામગીરી છે. માહીભાઈ હંમેશા એવું કહેતા હતા કે, એક સમયે એક જ વસ્તુ પર ફોક્સ હોવું જોઈએ. વર્તમાનમાં રમો ભવિષ્યની કોઈ ચિંતા ન કરો. મને એવો કોઈ ફરક નથી પડતો કે, લોકો મારી સામે કે પાછળ શું બોલે છે. અથવા મારા વિશે શું બોલે છે. હું એવી વ્યક્તિ નથી કે, સોશિયલ મીડિયા જોઈને નિરિક્ષણ કરૂ કે, લોકો મારા વિશે શું બોલી રહ્યા છે. હું મારૂ બેસ્ટ આપું છું અને મોજ-મસ્તીમાં રહેવા માગું છું

  • Follow us on: