• એશિયન ગેમ્સમાં શિખર ધવનની ન થઈ પસંદગી
  • પસંદગી ન થતા શિખરનું દર્દ છલકાયું
  • શિખરે કહ્યું નામ ન આવવાથી ઝટકો લાગ્યો

ભારતના સ્ટાર બેટ્સમેન શિખર ધવન ગત ઘણા સમયથી ટીમ ઈન્ડિયાથી દૂર છે. આ તમામ વચ્ચે એશિયન ગેમ્સ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શિખર ધવનને સ્થાન આપવામાં આવ્યું નથી. આ ટીમમાં ઋતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ટીમમાં અનેક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે, પરંતુ શિખર ધવનને ટીમમાં સ્થાન મળ્યું નથી. જેથી હવે શિખર ધવનનું દર્દ છલકાયું છે.

શિખર ધવને શું કહ્યું?

શિખર ધવને કહ્યું કે, જ્યારે એશિયન ગેમ્સમાં મારી પસંદગી ન થઈ, ત્યારે મને ઝટકો લાગ્યો હતો, પરંતુ હું જાણું છું કે, ટીમની પસંદગી કરનારા લોકો અલગ પ્લાન પર કામ કરી રહ્યા છે. એક ક્રિકેટર તરીકે તમારે આ સ્વીકારવું પડશે. તેમણે કહ્યું કે, મને ખુશી છે કે, એશિયન ગેમ્સમાં ઋતુરાજ ગાયકવાડ ભારતીય ટીમનું નૈતૃત્વ કરશે. સાથે જ આ ટીમના તમામ ખેલાડી યુવા છે. મને વિશ્વાસ છે કે, એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમ સારૂં પ્રદર્શન કરશે.

શિખર ધવન IPLમાં મેદાનમાં જોવા મળ્યા હતા

ઉલ્લેખનીય છે કે, શિખર ધવન ગત ઘણા સમયથી ભારતીય ટીમથી બહાર છે. તે IPL 2023 દરમિયાન છેલ્લે મેદાન પર જોવા મળ્યા હતા. IPL 2023માં શિખર ધવન પંજાબ કિંગ્સના ભાગ હતા. IPL 2023માં શિખર ધવનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. એવું માનવામાં આવતું હતું કે, એશિયન ગેમ્સની ટીમમાટે શિખર ધવનની પસંદગી કરવામાં આવશે, પરંતુ આ ખેલાડીને નિરાશ થવું પડ્યું છે.

  • Follow us on: