• ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી T-20 મેચમાં ભારતની 44 રને જીત
  • ભારતને 5 મેચની સીરિઝમાં 2-0ની લીડ મેળવી
  • મેચ બાદ અક્ષરે ઋતુરાજને આપી અનોખી ચેલેન્જ

ભારતે ઓસ્ટ્રેલિયા સામે T20 સીરિઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ બીજી મેચ 44 રને જીતી લીધી હતી. ભારતીય ટીમની જીત બાદ અક્ષર પટેલે ઋતુરાજ ગાયકવાડને દિલચસ્પ ચેલેન્જ આપી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં અક્ષરે ઋતુરાજને 60 સેકન્ડમાં મેચ રિપોર્ટ સંભળાવવાનો પડકાર ફેંક્યો છે. આ વીડિયો પર ફેન્સે અનેક પ્રકારની કોમેન્ટ કરી છે.

BCCIએ ટ્વીટર પર વીડિયો કર્યો શેર

BCCIએ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અક્ષર પટેલે ઋતુરાજને 60 સેકન્ડમાં મેચનો અહેવાલ સંભળાવવાનો પડકાર ફેંક્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ દરમિયાન તે ઋતુરાજને પણ પરેશાન કરશે. ઋતુરાજે પણ ચેલેન્જ સ્વીકારી હતી. જે બાદ ઋતુરાજે રિપોર્ટ સંભળાવતા જ અક્ષરે પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. જો કે, ઋતુરાજે લગભગ 55 સેકન્ડમાં આખો રિપોર્ટ સંભળાવ્યો હતો. ટ્વીટર પર આ વીડિયોને 25 હજારથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયોને લગભગ 2 હજાર લોકોએ પસંદ કર્યો છે. ફેન્સે અનેક પ્રકારની કોમેન્ટ્સ પણ કરી છે.


ભારતની 44 રને થઈ જીત

ઉલ્લેખનીય છે કે, ઋતુરાજે બીજી ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 43 બોલનો સામનો કરીને 58 રન બનાવ્યા હતા. ઋતુરાજે આ ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સ પણ ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે 25 બોલનો સામનો કરીને 53 રન બનાવ્યા હતા. ઇશાન કિશને 52 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં ભારતે 235 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 191 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ 44 રને જીતી હતી.

  • Follow us on: