- આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે બીજી T-20
- પ્રથમ T-20 મેચમાં ભારતીય ટીમની થઈ હતી જીત
- સૂર્યા અને રિંકૂ પાસે વિસ્ફોટક ઈનિંગની છે અપેક્ષા
ભારત અને ઓસ્ટ્રેલિયાની T20 ટીમો આજે તિરુવનંતપુરમમાં આમને-સામને આવશે. પાંચ મેચોની T-20 સીરિઝની આ બીજી મેચ હશે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની 2 વિકેટે જીત થઈ હતી. આ મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર ઇનિંગ રમી હતી અને રિંકૂ સિંહે જોરદાર રીતે મેચ પૂર્ણ કરી હતી. આજે પણ આ બંને બેટ્સમેન પાસેથી વિસ્ફોટક ઇનિંગની અપેક્ષા રાખવામાં આવશે.
1. સૂર્યકુમાર યાદવે T20 ક્રિકેટમાં જ્યારથી ડેબ્યૂ કર્યું છે, ત્યારથી આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. એટલે કે, 2021થી અત્યાર સુધી સૂર્યા T20 આંતરરાષ્ટ્રીય રન બનાવવાના મામલે ટોચ પર છે.
2. રિંકૂ સિંહે અત્યાર સુધી માત્ર 6 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. અહીં તેણે ત્રણ વખત બેટિંગ કરી છે. આ દરમિયાન સૂર્યાએ 2 વખત અણનમ રહીનેકુલ 97 રન બનાવ્યા છે. આ રીતે ટી20માં તેની બેટિંગ એવરેજ 97ની છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ ચોંકાવનારો છે. તે T20 ક્રિકેટમાં 194ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે.
3. ભારતીય ટીમ છેલ્લીવાર વર્લ્ડકપ 2022 પહેલા ઓસ્ટ્રેલિયા સામે T20 મેચ હારી હતી. ગત સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ટી20 મેચમાં હરાવ્યું હતું.
4. સૂર્યકુમાર યાદવ અને ગ્લેન મેક્સવેલ T20માં સૌથી વધુ સદી ફટકારવાના રોહિત શર્માના રેકોર્ડ (4)થી માત્ર એક પગલું પાછળ છે. બંને બેટ્સમેનોએ અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ સદી ફટકારી છે.
5. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મુકેશ કુમારે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી T20માં શાનદાર બોલિંગ કરી હતી. જો કે, આ પહેલા ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ 'સૈયદ મુશ્તાક અલી ટ્રોફી'માં તે 5 મેચમાં માત્ર 2 વિકેટ જ લઈ શક્યો હતો. આ સમયગાળા દરમિયાન તેનો ઈકોનોમી રેટ પણ 10થી વધુ હતો.