• આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે બીજી T-20 મેચ
  • પ્રથમ મેચમાં ભારતીય ટીમની 2 વિકેટે થઈ હતી જીત
  • આવતીકાલની મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ 3 ફેરફાર સાથે મેદાનમાં ઉતરશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 મેચની સીરિઝની બીજી મેચ આવતીકાલે તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવશે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ 209 રનના રેકોર્ડને ચેઝ કરીને 2 વિકેટે જીત મેળવી હતી. હવે મેચ ગુમાવનારી ઓસ્ટ્રેલિયા બીજી મેચમાં જીતની આશા સાથે પ્લેઈંગ ઈલેવનમાં 3 મોટા ફેરફાર કરી શકે છે.

ઓસ્ટ્રેલિયામાં આ 3 ફેરફાર નક્કી

ઓસ્ટ્રેલિયા સૌથી મોટો ફેરફાર ઓપનર મેથ્યૂ શોર્ટના રૂપમાં કરી શકે છે. જે પ્રથમ મેચમાં નિષ્ફળ સાબિત થયો હતો. શોર્ટની જગ્યાએ ઓસ્ટ્રેલિયન ટીમમાં 2023ના વર્લ્ડકપ ફાઈનલમાં સદી ફટકારનારા ટ્રેવિસ હેડને સામેલ કરવામાં આવી શકે છે. હેડે ભારત વિરુદ્ધ વર્લ્ડકપ ફાઈનલમાં 137 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. જે બાદ ટીમમાં બીજો ફેરફાર ઓલરાઉન્ડરના રૂપમાં થઈ શકે છે. પ્રથમ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહેલા આરોન હોર્ડીને સ્ટાર ઓલરાઉન્ડર ગ્નેલ મેક્સવેલ રિપ્લેસ કરી શકે છે. મેક્સવેલે વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ લીગ મેચમાં ટાર્ગેટનો પીછો કરીને અણનમ 201 રનની ઈનિંગ રમી હતી. ટીમમાં ત્રીજો ફેરફાર તો લગભગ નક્કી છે. જેમાં સ્પિનર તનવીર સાંઘાને સ્ટાર સ્પિનર એડમ ઝામ્પા રિપ્લેસ કરી શકે છે. પ્રથમ T-20માં તનવીર સાંઘાએ 2 વિકેટ લીધી હતી, પરંતુ તેમણે 4 ઓવરમાં 11.80ની ઈકોનોનીથી 47 રન આપ્યા હતા. આવી સ્થિતિમાં તનવીરનો મોંઘુ સાબિત થવું તેના માટે આગામી મેચમાં ખતરો બની શકે છે.

બીજી T-20 મેચ માટે ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ટ્રેવિસ હેડ, સ્ટિવ સ્મિથ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, ટિમ ડેવિડ, મેથ્યૂ વેડ(વિકેટકીપર અને કેપ્ટન), સીન એબોટ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, એડમ ઝામ્પા

  • Follow us on: