• ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેળવી જીત
  • આવતીકાલે બંને વચ્ચે રમવામાં આવશે બીજી મેચ
  • ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર સાથે ઉતરી શકે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 T-20 મેચની સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની પ્રથમ મેચમાં ભારતની 2 વિકેટે જીત થઈ હતી. સૂર્યકુમાર યાદવના નૈતૃત્વમાં આ પ્રથમ મેચ હતી. જેમાં ભારતીય ટીમે રેકોર્ડ જીત મેળવી છે. ભારતે પ્રથમ મેચમાં T-20 નો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો છે. ભારતે આ મેચમાં જીત મેળવી છે, પરંતુ ભારતના અનેક ખેલાડીએ સારૂં પ્રદર્શન કર્યું નહતું. આવી સ્થિતિમાં ભારત આગામી મેચમાં ટીમમાં 2 ફેરફાર કરી શકે છે.

તિલક વર્માનું કપાઈ શકે પત્તું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ આવતીકાલે તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આલશે. આ મેચ પણ સાંજે 7 વાગ્યે શરૂ થશે. જો ભારત આ મેચ પોતાના નામે કરશે, તો સીરિઝ પર કબ્જો કરી લેશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર હોવું જરૂરી છે. ગત મેચની વાત કરવામાં આવે તો, તિલક વર્માનું બેટ ખાસ ચાલ્યું નહતું. આવી સ્થિતિમાં આવતીકાલની મેચમાંથી તિલક વર્માનું પત્તું કપાઈ શકે છે.


પ્રસિદ્ધ કૃષ્ણા પણ થઈ શકે બહાર

તિલક વર્માની જગ્યાએ ભારતના ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દુબેને ટીમમાં સ્થાન મળી શકે છે. શિવમ બોલ સાથે બેટથી પણ ઘૂમ મચાવી શકે છે. જેથી સંભાવના છે કે, આગામી મેચમાં તે વાપસી કરી શકે છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને પણ બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. ગત મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ ઘણા રન આપ્યા હતા. કૃષ્ણાએ 4 ઓવરમાં 50 રન આપ્યા હતા. આવી સ્થિતિમાં આગામી મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ આવેશ ખાનને ટીમમાં સ્થાન મળી શકે છે.

  • Follow us on: