- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ T-20 મેચમાં ભારતીય ટીમની જીત
- ભારતીય ખેલાડીઓએ જીત બાદ કેક કટિંગ કરીને ઉજવણી કરી
- ભારતીય ફેન્સે BCCIની કરી ટિકા
વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 સીરિઝ શરૂ થઈ છે. આ સીરિઝની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમવામાં આવી હતી. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે હરાવીને સીરિઝની શરૂઆત જીત સાથે કરી છે. આ 5 મેચની સીરિઝની પ્રથમ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને રિંકૂ સિંહના કારણે ટીમ ઈન્ડિયાની જીત થઈ છે, પરંતુ જીત બાદ BCCIએ ભારતીય ટીમનો એક એવો વીડિયો શેર કર્યો, જેને જોઈને ફેન્સનો મગજ ખરાબ થયો છે.
ટીમ ઈન્ડિયાની ઉજવણીથી ફેન્સ નિરાશ
ભારતીય ક્રિકેટ ફેન્સ ગુસ્સે થયા અને સોશિયલ મીડિયા પર તેમણે BCCIની ટિકા કરી છે. ઓસ્ટ્રેલિયાને 5 મેચની T20 સીરિઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય ટીમે કેક કટિંગ કર્યું હતું. જેનો વીડિયો BCCIએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેથી ક્રિકેટ ફેન્સે BCCIને ટ્રોલ કરવું શરૂ કર્યું છે.
ક્રિકેટ ફેન્સે BCCI પર કર્યો ગુસ્સો
ભારતીય ટીમના ફેન્સે લખ્યું કે, અત્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની હારીને આવી છે અને એક T-20 મેચ જીતવાની એટલી ઉજવણી કેમ. અમુક લોકો કહી રહ્યા છે કે, આવી 100 મેચ જીતી લો, વર્લ્ડકપ તો જીતી શકતા નથી તો શું ફાયદો. અન્ય એક ફેન્સે લખ્યું કે, ઉજવણી તો એવી રીતે કરી રહ્યા છે, જાણે વર્લ્ડકપ જીત્યો હોય.
ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2 વિકેટે મેળવી જીત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચની વાત કરવામાં આવે તો, ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જે બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 208 રન બનાવ્યા હતા. જેમાં જોશ ઈંગ્લિશે 50 બોલમાં 110 રનની શાનદાર સદી ફટકારી હતી. જો કે, ભારતીય ક્રિકેટ ટીમે 19.5 ઓવરમાં 8 વિકેટે ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો.