• ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ T-20 મેચમાં ભારતીય ટીમની જીત
  • ભારતીય ટીમને કેપ્ટન સૂર્યકુમાર યાદવે બનાવ્યા 80 રન
  • ઈશાન કિશને 58 રનની રમી ઈનિંગ

ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને T-20 સીરિઝની પ્રથમ મેચમાં હરાવ્યું છે. ભારતની જીતમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને મહત્વની ભૂમિકા નિભાવી છે. સૂર્યાએ 80 રનની ઈનિંગ રમી, જ્યારે સૂર્યાએ 58 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે મહત્વની પાર્ટનરશિપ થઈ હતી. ટીમ ઈન્ડિયાની જીત બાદ ઈશાન કિશને જણાવ્યું કે, કેવી રીતે સૂર્યા સાથે થયેલી વાતચીતે ઈનિંગ દરમિયાન મદદ કરી છે.

ઈશાન કિશને શું કહ્યું?

મળતી માહિતી મુજબ, ઈશાન કિશને કહ્યિું કે, મેં સૂર્યાભાઈ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન મેં તનવીર સંઘા વિરુદ્ધ મોટા શોટ રમવાની વાત કરી હતી. જેનાથી મને ખુબ ફાયદો થયો છે. વધુમાં ઈશાન કિશને કહ્યિં કે, ડાબા હાથના બેટ્સમેન હોવાના કારણે હું લેગ સ્પિનરો સામે સારી સ્થિતિમાં હતો. હું જાણતો હતો કે, વિકેટ કેવી છે. કારણ કે, મેં 20 ઓવર સુધી વિકેટકીપિંગ કરી હતી.

ઈશાને રિંકૂ સિંહ અંગે શું કહ્યું?

તેમણે રિંકૂ સિંહને લઈ કહ્યું કે, તમે જાણો છે કે, રિંકૂએ IPl અને પછી ઘરેલૂ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને અહીં આવીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આવીને તેમણે જે શોટ માર્યા, તેમાં એને જે ધૈર્ય બતાવ્યું. મને લાગે છે કે, તે આજે શાનદાર હતું.

ઈશાન કિશને 58 રન બનાવ્યા

ઉલ્લેખનીય છે કે, ઈશાન કિશને 39 બોલનો સામનો કરીને 58 રન બનાવ્યા હતા. જેમાં તેમણે 2 ફોર અને 5 સિક્સ લગાવી હતી. સૂર્યકુમાર યાદવે 42 બોલમાં 80 રન બનાવ્યા હતા. તેમણે 9 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. રિંકૂ સિંહ 22 રન સાથે અણનમ રહ્યો હતો. તેમણે 14 બોલમાં 4 ફોર ફટકારી હતી.

  • Follow us on: