• ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ  T-20 મેચમાં ભારતીય ટીમની જીત
  • બંને વચ્ચે બીજી  T-20 મેચ કેરળના તિરુવનંતપુરમમાં રમવામાં આવશે
  • 26 નવેમ્બરે રમાશે બીજી  T-20 મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T-20 સીરિઝની બીજી મેચ કેરળના તિરુવનંતપુરમ શહેરમાં રમવામાં આવશે. અહીંના ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં આ મેચ રમવામાં આવશે. 26 નવેમ્બરે સાંજે 7 વાગ્યે આ મેચ રમવામાં આવશે. ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર 3 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આ 3 મેચમાં રન ચેઝ કરનારી ટીમ સૌથી વધુ સફળ થઈ છે. આ મેદાનમાં રન ચેઝ કરનારી ટીમે 2 વખત એકતરફી જીત મેળવી છે. જો કે, ટીમ ઈન્ડિયા આ મેદાનમાં 2 મેચ જીતી છે, જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ફાસ્ટ બોલરનો જોવા મળે છે કહેર

આ મેદાન પર બોલર હાવી રહે છે. અહીં પ્રથમ ઈનિંગનો સર્વોચ્ય સ્કોર 170 રન છે. આ મેદાન પર ગત વખતે ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 106 રને રોકી દીધું હતું. આ પિચ પર ફાસ્ટ બોલર્સને સારી મદદ મળે છે. આ પિચ પર સૌથી વધુ વિકેટ લેનારા બોલરમાં ટોપ-3 ફાસ્ટ બોલર છે.

ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ સ્પોર્ટ્સ 18 અને કલર્સ સિનેપ્લેક્સ ટીવી ચેનલ્સ પર બ્રોડકાસ્ટ કરવામાં આવશે. આ સાથે આ મેચની લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ પર પણ કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયા સીરિઝમાં 1-0થી આગળ

ભારતીય ટીમ 5 મેચની આ T-20 સીરિઝમાં 1-0થી આગળ છે. સીરિઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમે 1 બોલ બાકી રહેતા ઓસ્ટ્રેલિયાને માત આપી હતી. ગુરુવારે વિશાખાપટ્ટનમમાં રમવામાં આવેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે. આ મેચમાં સૂર્યાકુમાર યાદવે 42 બોલમાં 80 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા માટે જોસ ઈંગ્લિસે આ મેચમાં 50 બોલમાં 110 રન ફટકાર્યા હતા.

  • Follow us on: