- પ્રથમ T-20 મેચમાં ભારતીય ટીમની જીત
- ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવીને મેળવી જીત
- જીત બાદ સૂર્યકુમાર યાદવનો થયો સ્ટેટ્સ ટેસ્ટ
ભારતે T20 સીરિઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની આ જીતમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે મહત્વની ભૂમિકા ભજવી હતી. સૂર્યાએ 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મેચ બાદ સૂર્યકુમારને તેની ઈનિંગ અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા. સૂર્યાએ આ દરમિયાન ઘણા પ્રશ્નોના સાચા જવાબો આપ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્વીટર પર એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે. જેમાં ફેન્સ ઘણી કોમેન્ટ્સ પણ કરી છે.
વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો
ટ્વીટર પર શેર કરવામાં આવેલા વિડિયોમાં સૂર્યા તેની ઈનિંગ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતા જોવા મળે છે. સૂર્યકુમારને પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, તેણે કેટલા બોલમાં કેટલા રન બનાવ્યા છે. જેના જવાબમાં સૂર્યાએ 41 બોલમાં આ 80 રન કહ્યા હતા. સૂર્યાએ યોગ્ય રીતે રન ગણ્યા પરંતુ તે બોલ ગણવાનું ભૂલી ગયો જેના પર તે આઉટ થયો હતો. ખોટા જવાબ પર, તેણે મજાકમાં પૂછ્યું કે જે બોલ આઉટ છે તેને કોણ ગણે છે.
પ્રશ્ન- તમે કેટલી ફોર ફટકારી?
જવાબ – 9
પ્રશ્ન- તમે કેટલી સિક્સ ફટકારી?
જવાબ - 4 સિક્સ
પ્રશ્ન- તમારો સ્ટ્રાઈક રેટ કેટલો હતો?
જવાબ – 190 (સાચો જવાબ – 191)
પ્રશ્ન- તમારી ઈનિંગનું એક શબ્દમાં વર્ણન કરો?
જવાબ - નિર્ભય
સૂર્યકુમારે ઈશાન કિશન અને રિંકૂ સિંહની પ્રશંસા કરી હતી. રિંકૂએ છેલ્લા બોલ પર સિક્સ ફટકારીને જીત મેળવી હતી. ડ્રેસિંગ રૂમ અંગે વાત કરતી વખતે સૂર્યાએ કહ્યું કે ખેલાડીઓ પાસે અત્યારે વધારે અનુભવ નથી, પરંતુ દરેક ખૂબ જ ઉત્સાહિત છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 208 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 8 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. રિંકૂએ 14 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા, પરંતુ તેના છેલ્લા સિક્સની ગણતરી કરવામાં આવી ન હતી.