• આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 સીરિઝ શરૂ થશે
  • આજે બંને વચ્ચે રમવામાં આવશે T-20 સીરિઝની પ્રથમ મેચ
  • T-20 સીરિઝ પહેલાં માર્નસ લાબુશેને ઉઠાવ્યા સવાલ

ગત દિવસોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમવામાં આવી હતી. હવે બંને ટીમ વચ્ચે 5 T-20 મેચની સીરિઝ રમવામાં આવશે. આજે આ સીરિઝની પ્રથમ T-20 મેચ રમવામાં આવશે, ત્યારે ઓસ્ટ્રેલિયાના ખેલાડી માર્નસ લાબુશેને વર્લ્ડકપ બાદની આ સીરિઝ પર સવાલ ઉઠાવ્યા છે. માર્નસ લાબુશેને કહ્યું કે, આ ખુબ આશ્ચર્યજનક છે કે, હવે બંને ટીમ વચ્ચે T-20 સીરિઝ રમવામાં આવશે.

પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પર આપ્યું નિવેદન

આ ઉપરાંત માર્નસ લાબુશેને ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન ટેસ્ટ સીરિઝ પર નિવેદન આપ્યું છે. માર્નસ લાબુશેને કહ્યું કે, પ્રથમ ટેસ્ટ માટે અમારી પાસે 3 અઠવાડિયાનો સમય છે. જેથી 3 અઠવાડિયામાં અમે ફ્રેસ થઈ જશું. ઉલ્લેખનીય છે કે, આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T-20 સીરિઝ રમવામાં આવશે. આ સીરિઝની પ્રથમ મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમવામાં આવશે. બંને ટીમ વચ્ચે આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૂર્યકુમાર યાદવ કેપ્ટન

ભારત અને ઓસ્ટ્રેલિયા T-20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. સાથે આ સીરિઝમાં સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનું નૈતૃત્વ કરશે, જ્યારે સીરિઝની પ્રથમ 3 મેચમાં ઋતુરાજ ગાયકવાડ ઉપ-કેપ્ટનની ભૂમિકા નિભાવશે. જે બાદ શ્રેયસ અય્યર અંતિમ 2 મેચમાં ઉપ-કેપ્ટનની ભૂમિકા નિભાવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વર્લ્ડકપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયએ ભારતને 6 વિકેટે માત આપી હતી. આ પ્રકારે ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે, જ્યારે ટીમ ઈન્ડિયાનું ત્રીજી વખત વર્લ્ડકપ ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું છે.

  • Follow us on: