- આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે પ્રથમ T-20 મેચ
- વિશાખાપટ્ટનમમાં રમવામાં આવશે પ્રથમ મેચ
- મેચ પહેલાં તિલક વર્માએ નેટમાં પ્રેક્ટિસ કરી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ ઘણો પરસેવો પાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ મેચ માટે ભારતીય ટીમ આજે સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં મેદાનમાં ઉતરશે. ભારતે તિલક વર્મા અને યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે. ટીમ ઈન્ડિયાના ટ્રેનિંગ કેમ્પમાં તિલકે ઘણી મદદ કરી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેમાં તે પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે.
BCCIએ શેર કર્યો વીડિયો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્વીટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ભારતીય ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. તિલકે નેટમાં ઘણા પ્રકારના શોટ રમ્યા છે. તેણે બાઉન્ડ્રી શોટ પર પ્રેક્ટિસ પણ કરી છે. યશસ્વી પણ સખત મહેનત કરતો જોવા મળ્યો હતો. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં યશસ્વીને પણ તક આપી શકે છે. ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ પણ દાવેદાર છે. ભારત માટે કોણ ઓપનિંગ કરશે તે હજુ નક્કી નથી.
પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાનને પ્લેઈંગ ઈલેવનમાં મળી શકે સ્થાન
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને અવેશ ખાનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપી શકે છે. અર્શદીપ અને પ્રસિદ્ધે ઘણી વખત સારી બોલિંગ કરી છે. અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈને પણ સ્થાન મળી શકે છે. અક્ષર અનુભવી છે. અક્ષરે ટીમ ઈન્ડિયા માટે મેચ વિનિંગ પરફોર્મન્સ આપ્યું છે. હવે બધાની નજર તિલક વર્મા પર પણ રહેશે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકૂ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, અવેશ ખાન.