• આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે પ્રથમ T-20 મેચ
  • વિશાખાપટ્ટનમમાં બંને ટીમ આવશે આમને-સામને
  • આજની મેચમાં વરસાદ બની શકે છે વિલન

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 T20 મેચની સીરિઝની પ્રથમ મેચ રમાશે. બંને ટીમો વિશાખાપટ્ટનમમાં આમને-સામને આવશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. પરંતુ શું આ મેચમાં વરસાદ વિલન બનશે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વિશાખાપટ્ટનમમાં દિવસ દરમિયાન તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, જ્યારે ભેજનું પ્રમાણ 63 ટકાની આસપાસ રહેશે. આ ઉપરાંત વિશાખાપટ્ટનમમાં આજે વરસાદની સંભાવના અંદાજે 60 ટકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારત-ઓસ્ટ્રેલિયા મેચ શરૂ થાય તે પહેલા હળવો વરસાદ થઈ શકે છે.

વરસાદને કારણે મેચ ધોવાઈ જશે...?

જો કે એવું માનવામાં આવે છે કે મેચ દરમિયાન વરસાદ પડશે નહીં, પરંતુ ટોસમાં વિલંબ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદના કારણે કાર ટોસના સમયમાં વિલંબ થવાની સંભાવના છે, પરંતુ મેચ પર વધારે અસર પડે તેવી કોઈ શક્યતા નથી. જો કે, મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 T20 મેચની સીરિઝ રમાશે. આજે આ સીરિઝની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.

વર્લ્ડકપની ફાઈનલ બાદ બંને ટીમો આમને-સામને આવશે

તાજેતરમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો સામસામે આવી હતી. તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડકપની ટ્રોફી કબજે કરી હતી. આ સાથે ભારતીય ટીમ ત્રીજી વખત વનડે વર્લ્ડકપ ચેમ્પિયન બનવાનું ચૂકી ગઈ હતી. જો કે, હવે બંને ટીમો 5 ટી-20 મેચની સિરીઝમાં પોતાની તાકાત બતાવશે. વિશાખાપટ્ટનમ બાદ આ સીરિઝની બીજી મેચો તિરુવનંતપુરમ, ગુવાહાટી, રાયપુર અને બેંગ્લોરમાં રમાશે.

  • Follow us on: