• ટીમ ઈન્ડિયામાં રિંકૂ સિંહનું પ્રદર્શન શાનદાર
  • ભારતની ઓસ્ટ્રેલિયા સામે 2 વિકેટે જીત
  • રિંકુ સિંહે ધોનીની યાદ અપાવી છે

ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન રિંકૂ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયા સામે જીત અપાવી છે. રિંકૂએ 14 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. તેણે છેલ્લા બોલ પર સિક્સ ફટકારી હતી, પરંતુ તે ગણતરીમાં લેવામાં આવી નહતી. રિંકૂએ મેચ બાદ પોતાની ઇનિંગ પર પ્રતિક્રિયા આપી હતી. રિંકુએ જણાવ્યું કે, તેણે દબાણની પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરી છે. તેણે જણાવ્યું કે, છેલ્લી ઓવરોમાં બેટિંગને લઈને મહેન્દ્ર સિંહ ધોનીએ શું સલાહ આપી હતી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં રિંકૂ તેની ઇનિંગ વિશે વાત કરતી જોવા મળે છે. તેણે કહ્યું કે, આ સારું થયું કે અમે મેચ જીતી. જ્યારે હું બેટિંગ કરવા ગયો ત્યારે પરિસ્થિતિ મારા માટે પરફેક્ટ હતી. મેં હંમેશા જે કર્યું છે તે મારે કરવાનું હતું.

ધોનીનો ઉલ્લેખ કરતાં રિંકૂએ કહ્યું કે, મેં માહી ભાઈ (મહેન્દ્ર સિંહ ધોની) સાથે એક-બે વાર વાત કરી હતી અને તેણે કહ્યું હતું કે તમે જેટલા શાંત રહેશો અને તમે જેટલા સીધા મારવાનો પ્રયત્ન કરશો તેટલું સારું રહેશે. તે જ હું અનુસરું છું. હું શાંત રહું છું. હું કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપતો નથી. આ મારા માટે કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પ્રથમ બેટિંગ કરતા 208 રન બનાવ્યા હતા. આ દરમિયાન જોશ ઈંગ્લિશએ સદી ફટકારી હતી. તેણે 50 બોલનો સામનો કરીને 110 રન બનાવ્યા હતા. સ્ટિવ સ્મિથે 41 બોલમાં 52 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 2 વિકેટે મેચ જીતી લીધી હતી. રિંકૂએ 14 બોલમાં અણનમ 22 રન બનાવ્યા હતા. તેણે 4 ફોર ફટકારી હતી. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે 42 બોલમાં 80 રન બનાવ્યા હતા અને ઇશાન કિશને પણ 58 રનની ઇનિંગ રમી હતી.

  • Follow us on: