- સંજુ સેમસનનું T20 સીરિઝમાં સ્થાન ન મળતા છલકાયું દર્દ
- સેમસને રોહિત શર્માની કેપ્ટનશિપની પણ પ્રશંસા કરી છે
- ટીમમાં સતત સ્થાન ન મળતા લોકો તેને કમનસીબ માને છે
સંજુ સેમસનના દુ:ખના દિવસો પૂરા થતા નથી. પહેલા તેને વર્લ્ડ કપ 2023 માટે નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. હવે તેને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી પાંચ મેચની T20 સીરિઝ માટે પણ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. બ્લુ ટીમ દ્વારા સતત અવગણના કર્યા બાદ લોકો તેને સૌથી કમનસીબ ખેલાડી માનવા લાગ્યા છે. હવે આ અંગે ખુદ ભારતીય ખેલાડીએ નિવેદન આપ્યું છે. તે માને છે કે તેણે તેની કારકિર્દીમાં તેણે ક્યારેય વિચાર્યું હતું તેના કરતાં વધુ હાંસલ કર્યું છે.
29 વર્ષીય વિકેટકીપર બેટ્સમેને એક યુટ્યુબ ચેનલ પર ખાસ વાતચીત દરમિયાન પોતાના વિચારો શેર કરતા કહ્યું, 'લોકો મને સૌથી કમનસીબ ખેલાડી માને છે, પરંતુ હું જ્યાં પહોંચ્યો છું તે મેં વિચાર્યું હતું તેના કરતા મોટી ઉપલબ્ધિ છે.'













