• ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ T-20 મેચમાં ભારતની 2 વિકેટે જીત
  • 26 નવેમ્બરે રમવામાં આવશે બીજી T-20 મેચ
  • કેરળના તિરુવનંતપુરમમાં રમવામાં આવશે બીજી મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 સીરિઝની બીજી મેચ તિરુવનંતપુરમમાં રમવામાં આવશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં જીત મેળવીને 1-0ની લીડ મેળવી છે. ભારતનો તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સારો રેકોર્ડ છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી અહીં કુલ 3 T-20 મેચ રમી છે. હવે તે ચોથી મેચ માટે રવિવારે મેદાનમાં ઉતરશે.

ભારતીય ટીમ તિરુવનંતપુરમમાં 3 મેચ રમી

ભારતે તિરુવનંતપુરમમાં અત્યાર સુધી 3 મેચ રમી છે. આ દરમિયાન 2 મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે અને 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે આ મેદાનમાં પ્રથમ T-20 મેચ નવેમ્બર 2017માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. જેમાં ભારતીય ટીમની 6 રને જીત થઈ હતી. સાથે બીજી મેચમાં ભારતની 8 વિકેટે હાર થઈ હતી. આ મેચ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હતી. ટીમ ઈન્ડિયાએ અહીં ત્રીજી મેચ સપ્ટેમ્બર 2022માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમી હતી. જેમાં ભારતીય ટીમની 8 વિકેટે જીત થઈ હતી.

શિવમ દુબએ અને સૂર્યાએ ફટકારી ફિફ્ટી

મહત્વની વાત એ છે કે, આ મેદાનમાં શિવમ દુબેએ ભારત માટે ફિફ્ટી ફટકારી છે. સૂર્યકુમાર યાદવે પણ આ મેદાનમાં ફિફ્ટી લગાવી છે. સૂર્યાએ 33 બોલમાં 50 રન બનાવ્યા હતા. શિવમે 30 બોલમાં 54 રન બનાવ્યા હતા. અહીં કેએલ રાહુલ અને વિરાટ કોહલી પણ T-20 મેચ રમી ચૂક્યા છે. સૂર્યા એક વખત ફરી ટીમ ઈન્ડિયા માટે આ મેદાન પર દમ બતાવવા મેદાનમાં ઉતરશે.

સૂર્યકુમાર ફરી ટીમ માટે બતાવશે દમ

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2023ની ફાઈનલ બાદ બંને ટીમ પ્રથમ વખત એક-બીજા વિરુદ્ધ T-20 સીરિઝ રમી રહી છે. ભારતે આ સીરિઝની પ્રથમ મેચમાં 2 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે 80 રનની ઈનિંગ રમી હતી. સાથે ઈશાન કિશને 58 રન બનાવ્યા હતા.

  • Follow us on: