• ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ મેચમાં ભારતીય ટીમની જીત
  • આવતીકાલે બંને વચ્ચે રમવામાં આવશે બીજી મેચ
  • કેરળના તિરુવનંતપુરમમાં બંને ટીમ આવશે આમને-સામને

ભારતીય ટીમે 5 T20 મેચની સીરિઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવ્યું હતું. આ રીતે ટીમ ઈન્ડિયા સીરિઝમાં 1-0થી આગળ છે. આ સીરિઝની બીજી મેચ 26 નવેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. વિશાખાપટ્ટનમ T20 મેચમાં ભારતીય ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. અહીં બંને ટીમે 200 રનનો આંકડો પાર કર્યો હતો.

ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમના આંકડા શું કહે છે?

આંકડા દર્શાવે છે કે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ પર મોટા સ્કોર બનતો નથી. એટલે કે, બેટ્સમેનો માટે અહીં મોટા શોટ મારવા સરળ નથી. આ પિચ પર લો સ્કોરિંગ મેચો થઈ છે. ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ પર બેટ્સમેનો બોલરો સામે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ મેદાન પર T-20 ફોર્મેટમાં સરેરાશ સ્કોર માત્ર 114 રનનો રહ્યો છે. સાથે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટીમ રનનો પીછો કરવાનું પસંદ કરે છે. અત્યાર સુધીમાં 2 મેચમાં રનનો પીછો કરતી ટીમની અહીં જીત થઈ છે, જ્યારે 1 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમની જીત થઈ છે.

ટીમ ઈન્ડિયા 2-0થી લીડ લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારતીય ટીમે વિશાખાપટ્ટનમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 208 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 19.5 ઓવરમાં 209 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી કેપ્ટન સૂર્યકુમાર યાદવે 42 બોલમાં સૌથી વધુ 80 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 9 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. આ શાનદાર ઇનિંગ માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

  • Follow us on: