- એશિયન ગેમ્સ રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ તૈયાર
- 3 ઓક્ટોબરે ભારતીય ટીમ રમશે પ્રથમ મેચ
- મહિલા ટીમે ક્રિકેટમાં અપાવ્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સમાં ભારતીય એથલીટ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. ભારતના ખાતામાં અત્યાર સુધી 32 મેડલ આવી ગયા છે. જેમાં એક ગોલ્ડ મેડલ ક્રિકેટમાં પણ મળ્યો છે. ભારતીય મહિલા બાદ પુરુષ ટીમના ખેલાડી પાસેથી પણ હવે મેડલની આશા છે. ભારતીય ટીમના યુવા ખેલાડીઓ ચીન પહોંચી ગયા છે. એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટની પ્રતિયોગિતા 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે. જેથી તમામની નજર ભારતીય ટીમ પર છે. ભારતીય ટીમની જવાબદારી ઋતુરાજ ગાયકવાડના હાથમાં હશે.
3 ઓક્ટોબરે સીધી ક્વાર્ટર ફાઈનલથી શરૂઆત
ભારતીય ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત 3 ઓક્ટોબરે સીધી ક્વાર્ટર ફાઈનલ મેચ રમીને કરશે. ભારતીય ટીમે રેન્કિંગના આધારે સીધી ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. સાથે પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમ પણ સીધી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે. ભારતીય ટીમની મેચ કોની સાથે થશે, તે હજુ નક્કી થયું નથી. કારણ કે, ગ્રુપ સ્ટેજમાં જીતનારી ટીમ ક્વાર્ટર ફાઈનલ મેચમાં રમશે.
7 ઓક્ટોબરે એશિયન ગેમ્સની ફાઈનલ મેચ
ભારતીય ટીમ પ્રથમ ક્વાર્ટર ફાઈનલ રમશે, જ્યારે પાકિસ્તાનની ટીમ આ દિવસે બીજી ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. શ્રીલંકા 4 ઓક્ટોબરે ત્રીજી અને બાંગ્લાદેશ આ જ દિવસે ચોથી ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. જે બાદ 6 ઓક્ટોબરે 2 સેમીફાઈનલ મેચ રમવામાં આવશે, જ્યારે ત્રીજા સ્થાન માટે પ્લેઓફ 7 ઓક્ટોબરે રમવામાં આવશે. આ દિવસે સવારે 11.30 કલાકથી ફાઈનલ મેચ શરૂ થશે. એટલે ગોલ્ડ અથવા સિલ્વર મેડલ માટેનો નિર્ણય 7 ઓક્ટોબરે થશે.
એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયા-
ઋતુરાજ ગાયકવાડ(કેપ્ટન), મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ(વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકૂ સિંહ, જિતેશ શર્મા(વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ.