• 50 મીટર રાઇફલ 3 પોઝીશન ટીમ ઇવેન્ટમાં જીત્યો
  • ભારતે પ્રથમ ત્રણ દિવસમાં 14 મેડલ જીત્યા હતા
  • ભારતે આજે ચોથો ગોલ્ડ મેડલ જીત્યો 

આજે એશિયન ગેમ્સનો દિવસ ગોલ્ડ સાથે શરૂ થયો છે. આજે ચોથા દિવસે એટલે કે મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાને 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બીજો મેડલ ગોલ્ડના રૂપમાં આવ્યો. સિફ્ટ સમરા, આશી ચૌકસે અને માનિની ​​કૌશિક (50 મીટર રાઇફલ 3P ટીમ ઇવેન્ટ) એ સિલ્વર મેડલ જીત્યો. ભારતે પ્રથમ ત્રણ દિવસમાં 14 મેડલ જીત્યા હતા.

એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. મનુ ભાકર, આર. સાંગવાન અને ઈશા સિંહની ત્રિપુટીએ 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં કુલ 1759ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટનો સિલ્વર મેડલ યજમાન ચીન અને બ્રોન્ઝ મેડલ દક્ષિણ કોરિયાને મળ્યો હતો. 

 

આ અગાઉ ત્રીજા દિવસે ઘોડેસવારી ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઘોડેસવારોમાં સુદીપ્તિ હજેલા, દિવ્યકીર્તિ સિંહ, હૃદય છેદા અને અનુષ અગ્રવાલાના નામનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓએ ગોલ્ડ જીત્યાના થોડા સમય બાદ, ભારતે આ જ રમતની સિંગલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.

19મી એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ઘણી એવી રમતો જોવા મળી હતી જેમાં ભારત મેડલ જીતી શક્યું નથી, મેન્સ હોકીમાં ભારતે સિંગાપોરને 16-1ના મોટા માર્જિનથી હરાવ્યું. સ્ક્વોશમાં મહિલા ખેલાડીઓએ પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. સ્ક્વોશના પુરૂષ વર્ગમાં પણ ભારતે 3-0થી જીત મેળવી હતી. બધાની નજર વોલીબોલ રમત પર હશે, જ્યાં ભારત 5માં સ્થાન માટે પાકિસ્તાન સામે ટકરાશે.

  • Follow us on: