• ભારતને મળ્યો વધુ એક મેડલ
  • નેહા ઠાકુરે સેલિંગ ઈવેન્ટમાં જીત્યો સિલ્વર
  • પાકિસ્તાની ટીમને 3-0થી આપી માત

એશિયન ગેમ્સ 2023માં ભારતના ખાતામાં વધુ એક મેડલ આવ્યો છે. આ વખતે નેહા ઠાકુરે મહિલા ડિંગી નૌકાયાન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. આ ભારત માટે એશિયન ગેમ્સના ત્રીજા દિવસનો પ્રથમ અને ઓવરઓલ 12મો મેડલ છે. ભારતીય દળે બીજા દિવસની રમત પૂર્ણ થવા સુધી 2 ગોલ્ડ સહિત 11 મેડલ જીત્યા હતા. ભારતના ખાતામાં પ્રથમ દિવસે 5 અને બીજા દિવસે 6 મેડલ આવ્યા હતા. હવે નેહા ઠાકુરે ત્રીજા દિવસે ભારતનું ખાતું ખોલ્યું છે.

સ્ક્વૈશમાં પણ ભારતે પાકિસ્તાનને હરાવ્યું

ત્રીજા દિવસની બીજી રમતમાં પણ ભારત શાનદાર પ્રદર્શન કરી કહ્યું છે. ભારતની મહિલા સ્ક્વૈશ ટીમે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું છે. મહિલા ભારતીય સ્ક્વૈશ ટીમમાં તન્વી ખન્ના, જોશના ચિનપ્પા અને અનાહત સિંહ સામેલ છે. ભારત માટે અનાહતે પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અનાહતે પાકિસ્તાનની સાદિયા ગુલને 11-6, 11-6 અને 11-3થી હરાવી 3-0થી જીત મેળવી છે.


પાકિસ્તાન વિરુદ્ધ 3-0થી જીત

બીજી મેચમાં ભારતની જોશના ચિનપ્પાએ પાકિસ્તાનની નૂર ઉલ હક સાદિયાને 3-0થી હરાવી છે. જોશના ચિનપ્પાએ મેચને 11-2, 11-5 અને 11-7થી પોતાના નામે કરી છે. છેલ્લી મેચમાં ભારતની તન્વી ખન્નાએ જીત મેળવીને ઈન્ડિયાને 3-0થી જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

પુરુષ હોકી ટીમે સળંગ બીજી મેચ જીતી

એશિયન ગેમ્સમાં અત્યાર સુધી પુરુષ હોકી ટીમ શાનદાર ફોર્મમાં દેખાઈ રહી છે. હરમનપ્રીત સિંહના નૈતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ગ્રુપ સ્ટેજ મેચમાં સિંગાપુરને 16-1થી હરાવ્યું છે. આ મેચમાં ભારતના કેપ્ટન હરમનપ્રીત સિંહે 4 ગોલ કર્યા હતા. સાથે ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચમાં ભારતે ઉઝ્બેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું. ભારતીય હોકી ટીમે ગ્રુપ સ્ટેજ દરમિયાન કુલ 32 ગોલ કર્યા છે. આ બંને મેચમાં ભારતીય ટીમને એકતરફી જીત થઈ છે.

  • Follow us on: