• ભારતની દીકરીઓએ અપાવ્યો ગોલ્ડ મેડલ
  • ક્રિકેટની ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવ્યું
  • ફેન્સે સોશિયલ મીડિયા પર આપ્યા રિએક્શન

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. હરમનપ્રીત કૌરના નૈતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં શ્રીલંકાને 19 રને હરાવ્યું છે. શ્રીલંકા સામે જીત માટે 117 રનનો ટાર્ગેટ હતો, પરંતુ શ્રીલંકન ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને માત્ર 98 રન બનાવી શકી હતી. શ્રીલંકા માટે હસિની પરેરાએ સૌથી વધુ 22 બોલ પર 25 રન બનાવ્યા હતા. આ ઉપરાંત નીલાક્ષી ડી સિલ્વાએ 34 બોલ પર 23 રનની ઈનિંગ રમી હતી. સાથે શ્રીલંકાની 6 ખેલાડી ડબલ ડિજિટનો આંકડો પાર કરી શકી નહતી.

ભારતીય બોલર્સનું પ્રદર્શન

ભારત માટે તિતાસ સાધુએ સૌથી વધુ 3 વિકેટ મેળવી છે, જ્યારે રાજેશ્વરી ગાયકવાડને 2 સફળતા મળી હતી. આ ઉપરાંત દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર અને દેવિકા વૈધને 1-1 વિકેટ મળી છે.

ફેન્સે આપ્યા રિએક્શન

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ગોલ્ડ મેડલ જીત્યા બાદ ફેન્સ ખુબ ખુશ છે. ભારતીય ફેન્સ સોશિયલ મીડિયા પર સળંગ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પહેલાં ભારતે સેમીફાઈનલ મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું.





ભારત-શ્રીલંકા ફાઈનલ મેચમાં આવું થયું

ભારત અને શ્રીલંકા મેચની વાત કરવામાં આવે તો, ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલાં બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 116 રન બનાવ્યા હતા. ભારત માટે ઓપનર સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 45 બોલ પર 46 રન બનાવ્યા હતા. આ ઉપરાંત જેમિમાહ રોડ્રિગ્સે 40 બોલ પર 42 રનની ઈનિંગ રમી હતી.

  • Follow us on: