• પ્લેઓફની રેસમાં કાયમ રહેવા ચેન્નઈએ જીતવું જરૂરી
  • ચેન્નઈ 12માંથી 6 મેચ જીતી પોઈન્ટ ટેબલમાં 4થા નંબરે
  • રાજસ્થાને 11માંથી 8 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 61મી મેચમાં રવિવારે એટલે કે આજે ચેન્નાઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. આ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જો CSK પ્લેઓફની રેસમાં રહેવા માંગે છે તો તેણે આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. ચેન્નાઈએ 17મી સિઝનમાં અત્યાર સુધી 12માંથી 6 મેચ જીતી છે. 12 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. બીજી તરફ, જીત RR ને પ્લેઓફની ટિકિટ મળી શકે છે. રાજસ્થાને અત્યાર સુધી 11માંથી 8 મેચ જીતી છે અને ટીમ 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

હેડ ટુ હેડ આંકડા

જો આપણે IPLમાં CSK અને RR વચ્ચેના આંકડાઓ પર નજર કરીએ તો બંને ટીમો લીગમાં 28 વખત ટકરાયા છે. આ દરમિયાન ચેન્નાઈએ 15 મેચ જીતી છે. બીજી તરફ રાજસ્થાને 13 મેચ જીતી છે. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતી વખતે 8 અને ચેઢ કરતી વખતે 7 મેચ જીતી છે. જ્યારે રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતી વખતે 5 અને લક્ષ્યનો પીછો કરતી વખતે 8 મેચ જીતી છે. છેલ્લી 5 મેચમાં રાજસ્થાને 4માં જીત મેળવી છે.

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ

ચેન્નાઈએ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 70 મેચ રમી છે અને 49માં જીત મેળવી છે. ટીમને 20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેમજ 1 મેચ ટાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ પર 8 મેચમાંથી માત્ર 2 જ જીતી શકી છે. 2014માં સંજુ સેમસનની કપ્તાનીવાળી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

ચેન્નાઈ સુપર કિંગ્સ

રચિન રવિન્દ્ર, રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેરીલ મિશેલ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ.

ઈમ્પેક્ટ પ્લેયરઃ અજિંક્ય રહાણે

રાજસ્થાન રોયલ્સ

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ.

ઈમ્પેક્ટ પ્લેયરઃ સંદીપ શર્મા

  • Follow us on: