• IPL 2024ની 18મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાઇ
  • સનરાઈઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું
  • ચેન્નાઈને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો

IPL 2024ની 18મી મેચમાં શુક્રવારે સનરાઈઝર્સ હૈદરાબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાઇ હતી. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ. સનરાઈઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. દિલ્હી સામે હાર્યા બાદ હવે ચેન્નાઈને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 165 રન બનાવ્યા હતા. આ દરમિયાન શિવમ દુબેએ 45 રનની ઇનિંગ રમી હતી. 24 બોલનો સામનો કરીને તેણે 4 સિક્સર અને 2 ફોર ફટકારી હતી. અજિંક્ય રહાણેએ 35 રનનું યોગદાન આપ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ અણનમ 31 રન બનાવ્યા હતા. આ દરમિયાન હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર, નટરાજન, જયદેવ ઉનડકટ, શાહબાઝ અને કમિન્સે એક-એક વિકેટ લીધી હતી.

જવાબમાં SRHએ 4 વિકેટ ગુમાવીને 18.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી. હૈદરાબાદ માટે એડન માર્કરમે શાનદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી. તેણે 36 બોલમાં 50 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 37 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 12 બોલમાં 4 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. ટ્રેવિસ હેડે 31 રન બનાવ્યા હતા. આ દરમિયાન ચેન્નાઈ તરફથી બોલિંગ કરતા મોઈન અલીએ 2 વિકેટ લીધી હતી. દીપક ચહર અને મહિષ થીક્ષાનાને એક-એક વિકેટ મળી હતી.

  • Follow us on: