- ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે સિરીઝની છેલ્લી મેચ સિડનીમાં રમાશે
- ડેવિડ વાર્નરની છેલ્લી ટેસ્ટ મેચ પહેલા તેની બેગી ગ્રીન કેપ ચોરાઈ
- ગ્રીન કેપ ચોરાઈ ગયા બાદ વોર્નરે એક ઈમોશનલ વીડિયો શેર કર્યો
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 3 જાન્યુઆરીથી રમાશે. આ મેચ બાદ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. આ મેચ પહેલા ડેવિડ વોર્નરની બેગી ગ્રીન કેપ ચોરાઈ ગઈ હતી. વોર્નર આને લઈને થોડો ઉદાસ દેખાયો. બેગી ગ્રીન કેપ ચોરાઈ ગયા બાદ ડેવિડ વોર્નરે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે લોકોને અપીલ કરી હતી.
છેલ્લી મેચ પહેલા વોર્નરની બેગી ગ્રીન કેપ ચોરાઈ
ડેવિડ વોર્નર સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યો છે. આ ટેસ્ટ મેચ પહેલા વોર્નરને મોટો આંચકો લાગ્યો છે કારણ કે તેની બેગી ગ્રીન કેપ ચોરાઈ ગઈ છે. કેપની ચોરી થયા બાદ ડેવિડ વોર્નરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે મારા સામાનમાંથી કોઈએ મારું બેકપેક ચોરી લીધું છે.આ બેકપેકમાં મારો અને મારી પુત્રીઓનો સામાન હતો. મારી બેગી ગ્રીન કેપ પણ બેકપેકમાં હતી. ત્યારબાદ વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ વીડિયોમાં વોર્નર હાથમાં બેગ પણ લઈ રહ્યો છે. આ પછી વોર્નર કહે છે કે જો કોઈની પાસે મારું બેકપેક છે તો તે મને પરત કરો, ત્યાર બાદ હું તેને આ વધારાની બેગ આપીશ.
વનડે પછી ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે
તાજેતરમાં જ ડેવિડ વોર્નરે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. જે બાદ હવે વોર્નર ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસ લેવા માટે તૈયાર છે. જો કે ડેવિડ વોર્નર T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે 161 વનડે, 111 ટેસ્ટ અને 99 ટી-20 મેચ રમી છે.
વનડે ક્રિકેટમાં વોર્નરના નામે 6932 રન છે, જે દરમિયાન તેણે 22 સદી અને 33 ફિફ્ટી ફટકારી છે. આ સિવાય ટેસ્ટ ક્રિકેટમાં વોર્નરના નામે 8695 રન છે, વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાં 26 સદી અને 36 ફિફટી ફટકારી છે. T20 ક્રિકેટમાં વોર્નરના નામે 2894 રન છે, જે દરમિયાન તેણે એક સદી અને 24 ફિફટી ફટકારી છે.