• ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ
  • બીજી ટેસ્ટ મેચ 03 જાન્યુઆરીએ કેપટાઉનમાં રમાશે
  • બીજી ટેસ્ટ દરમિયાન છેલ્લા 2 દિવસ વરસાદનો ખતરો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ 03 જાન્યુઆરી એટલે કે આવતીકાલે ન્યુલેન્ડ્સ, કેપટાઉનમાં રમાશે. ભારતીય ટીમ પ્રથમ મેચ હારી ગઈ છે. હવે બીજી ટેસ્ટમાં વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. બીજી ટેસ્ટ 03 થી 07 જાન્યુઆરી દરમિયાન યોજાશે, જેમાં છેલ્લા બે દિવસમાં વરસાદ રમતને બગાડી શકે છે. ટીમ ઈન્ડિયા કોઈપણ ભોગે બીજી મેચ જીતવા ઈચ્છશે. આવી સ્થિતિમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા માટે વરસાદ અવરોધ બની શકે છે.

મેચમાં વરસાદની આગાહી

વેબસાઈટ Weather.com મુજબ, બીજી ટેસ્ટના પ્રથમ ત્રણ દિવસ વરસાદ વગર પસાર થઈ શકે છે. પ્રથમ ત્રણ દિવસમાં એટલે કે 03, 04 અને 05 જાન્યુઆરીમાં માત્ર 4 થી 6 ટકા વરસાદની શક્યતા છે. પરંતુ છેલ્લા બે દિવસ એટલે કે 06 અને 07 જાન્યુઆરીએ ભારે વરસાદની સંભાવના છે. 6 જાન્યુઆરીએ એટલે કે મેચના ચોથા દિવસે મહત્તમ 50 ટકા વરસાદ પડી શકે છે. ત્યારબાદ 7 જાન્યુઆરીએ એટલે કે છેલ્લા દિવસે વરસાદની શક્યતા ઘટીને લગભગ 20 ટકા થઈ જશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે વરસાદ બીજી મેચમાં વિક્ષેપ ઉભો કરે છે કે નહીં.

સાઉથ આફ્રિકા શ્રેણીમાં 1-0થી આગળ

સાઉથ આફ્રિકા બે મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0થી આગળ છે. આફ્રિકાએ પ્રથમ મેચ એક દાવ અને 32 રને જીતી હતી. ડીન એલ્ગરે 28 ફોરની મદદથી 185 રનની ઇનિંગ રમી આફ્રિકાને મેચ જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય બોલિંગ ઓલરાઉન્ડર માર્કો યાનસેને 84 રન બનાવ્યા હતા, જેમાં તેણે 11 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. આ સિવાય બેડિંગહામે 7 ફોર અને 2 ફોરની મદદથી 56 રન બનાવ્યા હતા, જેના કારણે આફ્રિકાએ 408 રન બનાવ્યા હતા. રોહિત શર્માની કપ્તાનીમાં રહેલી ટીમ ઈન્ડિયા બે દાવમાં બેટિંગ કરવા છતાં 408 રન બનાવી શકી ન હતી. ભારત તરફથી પ્રથમ દાવમાં વિકેટકીપર બેટ્સમેન કેઅલ રાહુલે 101 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે બીજી દાવમાં વિરાટ કોહલીએ 76 રનની ઈનિંગ રમી હતી.

  • Follow us on: