• ન્યૂઝીલેન્ડના પ્રવાસે સાઉથ આફ્રિકા ટીમની કમાન નીલ બ્રાન્ડ સંભાળશે
  • સા.આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 4-8 ફેબ્રુઆરીની વચ્ચે રમાશે
  • સા.આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બીજી ટેસ્ટ મેચ 13-17 ફેબ્રુઆરીએ રમાશે

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025માં ક્વોલિફાઈ કર્યા બાદ તમામ ટીમની વચ્ચે ખાસ સીરીઝ રમાઈ રહી છે. સાઉથ આફ્રિકાની ટીમે ટેસ્ટ મેચ પહેલા મોટી ચાલ ચાલી છે. તેનાથી વિરોધી ટીમને મોટું આશ્ચર્ય થયું છે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે સાઉથ આફ્રિકા આટલી મોટી ચાલ ચાલશે. જાણીને નવાઈ લાગશે કે સાઉથ આફ્રિકાએ ટેસ્ટ મેચ પહેલા પોતાની ટીમ બદલી લીધી છે. એટલું નહીં ટીમના કેપ્ટન પણ બદલાઈ ચૂક્યા છે. આ ફેરફાર ફાયદો આપશે કે નુકસાન તે તો આવનારો સમય જ કહેશે.

 

જાણો ક્યારે રમાશે સીરીઝ

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ટેસ્ટ મેચની સીરીઝ રમાઈ રહી છે. 2 મેચની ટેસ્ટ સીરીઝમાં ભારતે પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સાઉથ આફ્રિકાએ પહેલી મેચમાં ભારતને એક પારી અને 32 રનથી હરાવી છે. તો અન્ય સીરીઝ 3-7 જાન્યુઆરીની વચ્ચે રમાશે. ભારત સાથેની ટેસ્ટ સીરીઝ ખતમ થયા બાદ સાઉથ આફ્રિકા ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સીરીઝ રમશે. સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 2 ટેસ્ટ મેચ રમાશે. આ સીરીઝની પહેલી મેચ 4-8 ફેબ્રુઆરીની વચ્ચે રમાશે. તો 13-17 ફેબ્રુઆરીએ અન્ય મેચ રમાશે.

સાઉથ આફ્રિકાના કેપ્ટન પણ બદલાયા

સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા પોતાની ટેસ્ટ ટીમ બદલી દીધી છે. સા. આફ્રિકાએ ખેલાડીઓને લઈને કેપ્ટન બદલી દીધા છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસે સાઉથ આફ્રિકા ટીમની કમાન નીલ બ્રાન્ડ સંભાળશે. નીલે અત્યાર સુધી એક પણ ટેસ્ટ મેચ રમી નથી. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની સાથે સાથે સીધા કેપ્ટન બનાવી દેવામાં આવ્યા છે. આ નિર્ણયને લઈને તમામ લોકો હેરાન છે. સા.આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને માટે 14 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે.

 

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે આવી હશે સા. આફ્રિકાની સ્ક્વોડ

નીલ બ્રાન્ડ, ડેવિડ બેંડિઘમ, રુઆન ડે સ્વાર્ડટ, ક્લાઈડ ફોર્ચ્યૂન, જુબૈર હમજા, ત્શેપો મોરેકી, મિહલાલી મપોંગવાના, ડુઆન ઓલિવર, ડેન પેટર્સન, કીગન પીટરસન, ડેન પીડ્ટ, રેનાર્ડ વાન ટોન્ડર, શોન વોન બર્ગ, ખાયા જોંડો. 

  • Follow us on: