- દીપક ચહરે X(ટ્વિટર) પર ફૂડ ડિલિવરી કંપનીને પણ ટેગ કર્યું
- ફૂડ ઓર્ડરની વિગતોનો સ્ક્રીનશોટ શેર કર્યો છે
- ઓર્ડરના બદલે રિફંડ કરવાથી સમસ્યા હલ થશે નહીંઃ ચહર
દીપક ચહર લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. જો કે તેનું પ્રદર્શન એકંદરે સારું રહ્યું છે. દીપક આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. હાલમાં જ ચહર સાથે છેતરપિંડી થઈ હતી. આ માહિતી તેણે સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે. ચહરે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ પરથી ફૂડ ઓર્ડર કર્યો હતો. પરંતુ ઓર્ડર તેમના સુધી પહોંચ્યો ન હતો. ચહરે કંપનીના સોશિયલ મીડિયા હેન્ડલને ટેગ કરીને આ અંગે ફરિયાદ પણ કરી છે.
ફૂડ ઓર્ડરની વિગતો પણ કરી શેર
વાસ્તવમાં દીપક ચહરે X પર એક પોસ્ટ શેર કરી છે. આમાં તેમણે ફૂડ ઓર્ડરની વિગતોનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. ચહરે કેપ્શનમાં લખ્યું, "ભારતમાં નવી છેતરપિંડી." ખોરાકનો ઓર્ડર આપ્યો, પરંતુ ખોરાક મળ્યો નહીં. જ્યારે મેં ગ્રાહક સેવાને કૉલ કર્યો ત્યારે તેઓએ કહ્યું કે ખોરાકની ડિલિવરી થઈ ગઈ છે અને હું ખોટું બોલું છું. મને ખાતરી છે કે ઘણા લોકો આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા હશે.
ઓનલાઈન કંપનીને ટેગ કરીને કર્યું ટ્વિટ
દીપક ચહરે X પર ફૂડ ડિલિવરી કંપનીને પણ ટેગ કર્યું છે. કંપનીએ દીપકને જવાબ આપ્યો અને લખ્યું, "હાય દીપક, અમે તમારા અનુભવ વિશે ખૂબ જ ચિંતિત છીએ અને કોઈપણ અસુવિધા માટે માફી માંગીએ છીએ. નિશ્ચિંત રહો, અમે આવા મુદ્દાઓને ગંભીરતાથી લઈએ છીએ અને ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવીશું.'' દીપકે પણ આનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ભૂખ માટે ખોરાકની જરૂર છે. તેના બદલે રિફંડ કરવાથી સમસ્યા હલ થશે નહીં.