• દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપરજાયન્ટ્સ સામે શાનદાર જીત
  • દિલ્હી પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે
  • દિલ્હી કેપિટલ્સ હજુ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે

દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપરજાયન્ટ્સ સામે શાનદાર જીત મેળવી હતી. આ જીત સાથે દિલ્હીએ પ્લેઓફમાં પહોંચવાની આશા જાળવી રાખી છે. રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં અત્યાર સુધી તેની તમામ લીગ મેચ રમી છે, જેમાંથી તેણે 7 મેચ જીતી છે. દિલ્હી પોઈન્ટ ટેબલમાં 14 મેચમાં 7 જીત સાથે 14 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. ખાસ વાત એ છે કે દિલ્હીનો નેટ રન રેટ -0.377 છે. પરંતુ દિલ્હી હજુ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે.

હૈદરાબાદને મોટી હારની જરૂર

દિલ્હી કેપિટલ્સનું ભવિષ્ય હવે પોતાના પર નહીં પરંતુ અન્ય ટીમો સાથે છે. અહીંથી, પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદને મોટી હાર મળશે તો જ દિલ્હી પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકશે. હૈદરાબાદે આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમી છે, જેમાંથી તે 7 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. હૈદરાબાદનો નેટ રન રેટ +0.406 છે. હૈદરાબાદના પણ 14 પોઈન્ટ છે અને દિલ્હીના પણ 14 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં જો હૈદરાબાદ આગામી બે મેચ હારે છે તો હૈદરાબાદ અને દિલ્હી બંનેનો સ્કોર 14-14 થઈ જશે. અહીં આખી રમત નેટ રન રેટ પર આધરિત રહેશે.

દિલ્હી આ રીતે કરી શકે છે ક્વોલિફાય

જો કોઈ રીતે હૈદરાબાદનો નેટ રન રેટ દિલ્હી કરતા ઓછો થઈ જાય તો દિલ્હી પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે. હૈદરાબાદને 16મી મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે એક મેચ રમવાની છે જ્યારે બીજી મેચ 19મીએ પંજાબ કિંગ્સ સામે રમવાની છે. જો હૈદરાબાદ બંને મેચો કુલ 194 રનથી હારી જાય છે, તો તેનો નેટ રન રેટ દિલ્હી કરતા પણ ખરાબ હશે. આ પછી જો ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પણ મેચમાં હરાવશે તો દિલ્હી પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે. આવી સ્થિતિમાં દિલ્હીને નસીબનો સાથ મળે છે કે કેમ તે જોવું રહ્યું. હૈદરાબાદને આટલી મોટી હાર આપવી એ સરળ કામ નથી, પરંતુ સમીકરણ પ્રમાણે દિલ્હી હજી પણ ક્વોલિફાય કરી શકે છે.

  • Follow us on: