- IPL 2024 પછી T20 વર્લ્ડકપ 2024 શરૂ થશે
- હોટસ્ટાર પર 'ફ્રી'માં આખો T20 વર્લ્ડકપ જોઈ શકાશે
- ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂને રમશે
IPL 2024 પછી T20 વર્લ્ડકપ 2024 શરૂ થશે. ચાહકો મફતમાં IPLની મજા માણી રહ્યા છે. પરંતુ દરેકના મનમાં એક સવાલ ઉઠી રહ્યો હતો કે શું તેઓ ટી-20 વર્લ્ડકપ ફ્રીમાં જોઈ શકશે કે પછી તેના માટે પૈસા ખર્ચવા પડશે? તો આ સવાલનો જવાબ આપતા ડિઝની પ્લસ હોટસ્ટારે એક મોટી જાહેરાત કરી છે. હોટસ્ટારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ચાહકો ડિઝની પ્લસ હોટસ્ટાર પર 'ફ્રી'માં આખો T20 વર્લ્ડકપ જોઈ શકશે. પરંતુ ટૂર્નામેન્ટ ફ્રીમાં જોવાની શરત પણ મૂકવામાં આવી છે.
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે કરી જાહેરાત
ચાહકો ફક્ત મોબાઇલ પર જ મફતમાં T20 વર્લ્ડકપ જોઈ શકશે. આ સિવાય ટીવી અથવા લેપટોપ જેવા અન્ય કોઈપણ ઉપકરણ પર ટૂર્નામેન્ટ જોવા માટે પૈસા ખર્ચવા પડશે, જે ચાહકો માટે ખરાબ અનુભવ હોઈ શકે છે. હોટસ્ટારે ટૂર્નામેન્ટના ફ્રી લાઈવ સ્ટ્રીમિંગને લઈને એક વીડિયો શેર કર્યો છે, જેમાં બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન જોવા મળી રહ્યો છે.
2 જૂનથી શરૂ થશે T20 World Cup
તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપ 2024 રવિવાર, 2 જૂનથી શરૂ થશે. ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂન બુધવારે આયર્લેન્ડ સામે રમશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના ગ્રુપ-એમાં હાજર છે. ગ્રૂપ સ્ટેજમાં ભારતીય ટીમનો બીજો મુકાબલો 9 જૂન, રવિવારે પાકિસ્તાન સામે થશે. રોહિત શર્માની કપ્તાનીમાં વર્લ્ડકપ રમી રહેલી ટીમ ઈન્ડિયા પ્રથમ અને બીજી મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે.
તમને જણાવી દઈએ કે આ પહેલા 2022માં રમાયેલા T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલથી આગળ વધી શકી નહોતી. ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડે સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું હતું.
T20 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઇન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બ્રુમરાહ મોહમ્મદ સિરાજ.