• હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો
  • હાર્દિકની કેપ્ટનશીપ પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા
  • ડીવિલિયર્સે પંડ્યાની કેપ્ટનશિપના વખાણ કર્યા

IPL 2024માં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળી રહ્યો છે. તેની કપ્તાનીમાં આ સિઝનમાં મુંબઈનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. આ સિઝનમાં મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે.

જ્યારથી હાર્દિક મુંબઈનો કેપ્ટન બન્યો છે ત્યારથી તેની કેપ્ટનશીપ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડીવિલિયર્સે પણ હાર્દિકને ઘમંડી કેપ્ટન કહ્યો હતો. જે બાદ હવે ડીવિલિયર્સે પોતાના નિવેદન પર યુ-ટર્ન લીધો છે અને પંડ્યાની કેપ્ટનશિપના વખાણ કર્યા છે.

ડીવિલિયર્સે હાર્દિકના કર્યા વખાણ

હાલમાં જ સાઉથ આફ્રિકાના પૂર્વ સ્ટાર ક્રિકેટર એબી ડી વિલિયર્સે તેની યુટ્યુબ પર હાર્દિક પંડ્યા વિશે કેટલીક ટિપ્પણીઓ કરી હતી. જે બાદ ડી વિલિયર્સનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. હવે ફરી એકવાર ડી વિલિયર્સે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન વિશે કહ્યું કે મને હાર્દિકની રમવાની રીત ગમે છે, તે જે રીતે કેપ્ટનશિપ કરી રહ્યો છે તે પણ મને ગમે છે. તેણે પોતાની કેપ્ટનશીપ સ્ટાઈલ પર ઘણું કામ કર્યું છે.


ડીવિલિયર્સ કોના પર ગુસ્સે થયો?

ડીવિલિયર્સના વિડિયોના કેટલાક ભાગોને જે રીતે કાપીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા અને હાર્દિક પરની તેમની ટિપ્પણીઓને જે રીતે હાઇલાઇટ કરવામાં આવી હતી તેનાથી ડીવિલિયર્સ ગુસ્સે છે. આ અંગે ડીવિલિયર્સે કહ્યું કે, મારા દ્વારા હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સ પર કરવામાં આવેલી કોમેન્ટ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ફેલાઈ રહી છે. તેનો મોટો હિસ્સો હટાવ્યા બાદ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ એકદમ શરમજનક બાબત છે. મેં પહેલા પણ કહ્યું છે અને હવે પણ કહી રહ્યો છું કે મને હાર્દિક પંડ્યાની રમત ગમે છે. હાર્દિક સમયાંતરે પોતાની તાકાત બતાવતો રહે છે.


  • Follow us on: