- ધોનીની એન્ટ્રી પર ફેન્સ ખુશ
- સ્ટેડિયમનો ખૂણે ખૂણો માહીના નામથી ગૂંજવા લાગ્યો હતો
- આ વ્યક્તિ દુનિયાનો પસંદગીદાર ક્રિકેટરઃ રસેલ
આઈપીએલ 2024માં ફેન્સનો મહેન્દ્ર સિંહ ધોની માટેનો પ્રેમ સતત જોવા મળી રહ્યો છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની મેચ રમાી તો ધોની બેટિંગ માટે મેદાનમાં આવ્યા. આ સમયે જે માહોલ બન્યો તે ખરેખર જોવા લાયક હતો. કેકેઆર અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચેની 22મી આઈપીએલ મેચમાં ધોનીના વેલકમમાં ફેન્સે કોઈ કસર છોડી નથી. ધોની જ્યારે મેદાનમાં બેટિંગ કરવા આવ્યા તો સ્ટેડિયમનો ખૂણે ખૂણો માહીના નામથી ગૂંજવા લાગ્યો હતો. આ અવાજ એટલો હતો કે કેકેઆરના ઓલ રાઉન્ડર આંદ્રે રસેલે તેના કાન બંધ કરી દીધા હતા. ધોનીની સાથે જ રસેલનો કાન બંધ કરતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ધોનીની ગ્રાન્ડ એન્ટ્રી














